Site icon

T20 World Cup: T20 વર્લ્ડ કપની સુરક્ષામાં મોટી ચૂક, રોહિત શર્માનો પ્રશંસક સુરક્ષા તોડીને પહોંચ્યા મેદાનમાં, પોલીસે કરી કાર્યવાહી.. જુઓ વિડીયો…

T20 World Cup: ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન એક પ્રશંસક સુરક્ષા તોડીને સીધો મેદાનની વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને મળવા આવી પહોંચ્યો હતો. ત્યારપછી યુએસ પોલીસે આ ચાહકને પકડી લીધો હતો અને કાર્યવાહી કરી હતી..

T20 World Cup Big lapse in security of T20 World Cup, Rohit Sharma's fan breached security and reached the ground, police took action

T20 World Cup Big lapse in security of T20 World Cup, Rohit Sharma's fan breached security and reached the ground, police took action

News Continuous Bureau | Mumbai 

T20 World Cup: T20 વર્લ્ડ કપ 2024 ની છેલ્લી પ્રેક્ટિસ મેચ ( Practice Match ) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ મેચનો એક સીન સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં રોહિત શર્માનો એક ફેન સિક્યોરિટીથી બચીને મેચ દરમિયાન રોહિતને મળવા મેદાનમાં આવી પહોંચ્યો હતો. 

Join Our WhatsApp Community

ન્યૂયોર્કના ( New York ) નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં આ ચાહકે અમેરિકન પોલીસને ચકમો આપ્યો હતો. મેચ દરમિયાન એક પ્રશંસક રોહિત શર્માને ( Rohit Sharma ) મળવા માટે મેદાન પર દોડી ગયો હતો અને હિટમેનને ગળે મળ્યો હતો. જો કે, અમેરિકન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને તેને ( Rohit Sharma Fan ) પકડી લીધો હતો, આ સમયે રોહિત શર્મા તેને શાંત રહેવા માટે કહી રહ્યો હતો, એમ વિડીયોમાં જોઈ શકાય છે.

T20 World Cup:  ભારતે 60 રને આ પ્રેક્ટિસ મેચ જીતી લીધી હતી..

બાંગ્લાદેશ સામેની એક માત્ર પ્રેક્ટિસ મેચમાં ઋષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અર્શદીપ સિંહે પોતાની તાકાત બતાવી હતી. આ ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી ટ્રોફી જીતવાની ચાહકોની આશાને પાંખો આપી હતી. આ મેચમાં રિષભ પંતે 32 બોલમાં 165.62ની સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા હતા. તો હાર્દિક પંડ્યાએ 173.91ના સ્ટ્રાઈક રેટથી 23 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 3 ઓવરમાં 4.33ની ઈકોનોમી સાથે 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. ત્યારે અર્શદીપ સિંહે પણ 3 ઓવરમાં 4 ની ઈકોનોમિથી 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

આ સમાચાર  પણ વાંચો:  Metro Train: મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં, મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર લોડ ટેસ્ટિંગ કરાયું.

આ પ્રેક્ટિક મેચની વાત કરીએ તો, ભારતીય ખેલાડીઓ ( Indian cricketers ) ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ( Team India ) 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શકી હતી. જે બાદ ભારતે 60 રને આ પ્રેક્ટિસ મેચ જીતી લીધી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Exit mobile version