Site icon

T20 World cup : ICC એ ભારત-પાકિસ્તાન મેચ સહિત તેની મુખ્ય મેચો માટે હવે વધારાની ટિકિટો બહાર પાડવાનો નિર્ણય લીધો..

T20 World cup : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ મંગળવારે તેની કેટલીક મુખ્ય T20 વર્લ્ડ કપ મેચો માટે હવે વધારાની ટિકિટો બહાર પાડી છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને રમાનારી મેચનો પણ સમાવેશ થાય છે.

T20 World cup ICC has now decided to release additional tickets for its major matches including the India-Pakistan match.

T20 World cup ICC has now decided to release additional tickets for its major matches including the India-Pakistan match.

 News Continuous Bureau | Mumbai 

T20 World cup : ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ ગયો છે અને ભારત આજથી આયર્લેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. આ પછી રવિવારે ભારતનો મુકાબલો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ક્રિકેટની વૈશ્વિક સંસ્થાએ ભારત અને પાકિસ્તાન ( Ind Vs Pak ) વચ્ચેની મેચ સહિત ટી20 વર્લ્ડ કપની કેટલીક મહત્ત્વની મેચો માટે વધારાની ટિકિટો બહાર પાડવાનો હવે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  

Join Our WhatsApp Community

આઇસીસીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ યુએસમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી રહેલા ન્યૂયોર્ક ઉપરાંત અન્ય બે સ્થળો ટેક્સાસ અને ફ્લોરિડામાં મેચો માટે અન્ય શ્રેણીઓમાં વધુ ટિકિટો પણ ઉપલબ્ધ કરાવશે. ભારત વર્લ્ડકપની તેમની પ્રથમ ગ્રુપ A મેચ આજે અહીં નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે રમશે અને રવિવારે આ જ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાશે.

 T20 World cup : આઈસીસીએ ટૂર્નામેન્ટ માટે વધારાની ટિકિટો બહાર પાડવાનો નિર્ણય કર્યો હોવા છતાં, અમેરિકામાં ક્રિકેટમાં લોકોમાં વધુ રસ જોવા મળ્યો નથી..

ICC એ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ના રોમાંચક શરૂઆતના સપ્તાહના અંતે, સમગ્ર ટૂર્નામેન્ટ ( T20 Match )  માટે હવે છેલ્લી વખત વધારાની ટિકિટો ( Match Tickets ) જારી કરવામાં આવી છે. 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સહિત ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ની ઘણી મોટી મેચો ( Cricket Match ) માટે વધારાની સામાન્ય પ્રવેશ ટિકિટો હવે બહાર પાડવામાં આવી છે. ICC એ હવે આ વધારાની ટિકિટો રિલીઝ કરવા અને શક્ય તેટલા વધુ ચાહકો આ ઐતિહાસિક ટુર્નામેન્ટનો ભાગ બની શકે તે માટે સંયોજકો સાથે મળીને કામ કરવાનું શરુ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો: UP Election Result: યુપીમાં આકાશ આનંદનો જાદુ ન ચાલ્યો, માયાવતીનો ગ્રાફ પણ નીચે ગયો…જાણો શું છે બસપાના હારનું મુખ્ય કારણ..

આઈસીસીએ ટૂર્નામેન્ટ માટે વધારાની ટિકિટો બહાર પાડવાનો નિર્ણય કર્યો હોવા છતાં, અમેરિકામાં ક્રિકેટમાં લોકોમાં વધુ રસ જોવા મળ્યો નથી . અત્યાર સુધી અમેરિકામાં T20 વર્લ્ડ કપની બે મેચ રમાઈ ગઇ છે, પરંતુ આ ટૂર્નામેન્ટને લઈને ચાહકોમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. ક્રિકેટ સ્ટેડિયમ પણ એટલા ભરેલા જોવા મળ્યા નથી.

IND vs SA: ઇતિહાસ રચાયો! વિરાટ કોહલીએ સચિનનો ODI મહારેકોર્ડ તોડ્યો, રોહિત શર્મા વનડે સિક્સર કિંગ બન્યો!
Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
Virat Kohli century: IND vs SA ODI Series: સચિનનો મહા રેકોર્ડ તૂટ્યો, રાંચી ODI માં વિરાટ કોહલીની તોફાની ઇનિંગ્સ!
IND vs SA: રોહિત-વિરાટના ODI ભવિષ્ય પર BCCIની અમદાવાદમાં ‘મહાસભા’, ૨૦૨૭ વર્લ્ડ કપ માટે નવો રોડમેપ તૈયાર થશે!
Exit mobile version