Site icon

T20 World Cup Ind vs Pak : મોબાઇલ અને ટીવી પર ભારત પાકિસ્તાન T20 વર્લ્ડ મેચ ક્યાં અને કેવી રીતે મફતમાં જોવી?.. જાણો વિગતે..

T20 World Cup Ind vs Pak : T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાણો ક્યાં જોઈ શકશો આ મેચનું જીવંત પ્રસારણ ફ્રીમાં..

T20 World Cup Ind vs Pak Where and how to watch India Pakistan T20 World Match on mobile and TV for free.

T20 World Cup Ind vs Pak Where and how to watch India Pakistan T20 World Match on mobile and TV for free.

News Continuous Bureau | Mumbai 

T20 World Cup Ind vs Pak :  T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે 19મી મેચ રમાશે. બંને વચ્ચેની આ શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  પરંતુ તે પહેલા ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે તેઓ આ મેચ લાઈવ ( Live Match ) ક્યાંથી જોઈ શકશે? તો અહીં જાણો કેે, તમે ભારત-પાકિસ્તાન મેચ ‘ફ્રી’ કેવી રીતે લાઈવ જોઈ શકશો.  

Join Our WhatsApp Community

T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

T20 World Cup Ind vs Pak : ભારતીય સમય અનુસાર આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે…

ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં રમાનાર મેચ આજે સવારે 10:30 વાગ્યે શરૂ થશે. જોકે, ભારતીય સમય અનુસાર આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડ કપ 2024 મેચનું જીવંત પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ( Star Sports Network ) પર કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો:  Rail traffic: રાજકોટ મંડળમાં ડબલ ટ્રેકના કાર્યને કારણે રેલ યાતાયાત પ્રભાવિત થશે.

તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ( Live streaming ) ડિઝની પ્લસ હોટસ્ટાર ( Disney Plus Hotstar ) પર ‘ફ્રી’ હશે. જો કે, માત્ર મોબાઈલ યુઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે. 

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પોતાની બીજી મેચ રમવા માટે આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ યજમાન અમેરિકા સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પહેલી મેચ હારી ગયેલી પાકિસ્તાનની ટીમ ભારત ( Team India ) સામે કેવું પ્રદર્શન કરે છે. નોંધનીય વાત એ છે કે અત્યાર સુધી પાકિસ્તાન ( Pakistan ) T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. 

Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Exit mobile version