Site icon

Team India Victory Parade: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને જોવા ઝાડ પર ચડી ગયો ફેન, બસ સામે આવતા જ પાડવા લાગ્યો ફોટા; પછી શું થયું? જુઓ આ વિડીયોમાં..

Team India Victory Parade: એક ચાહકે કંઈક કર્યું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એક ચાહક જે ખેલાડીઓને નજીકથી જોવા માટે ઝાડ પર ચઢ્યો હતો. કેમેરો ચાલુ રાખીને તે ઝાડ પર ચઢી ગયો હતો અને ખેલાડીઓની બસ ત્યાંથી પસાર થતાંની સાથે જ તેણે નજીકથી ફોટા લેવાનું શરૂ કર્યું હતું.

Team India Victory Parade Fan Climbs Tree To Watch Team India's Victory Parade. Don’t Miss Virat Kohli, Rohit Sharma's Reactions

Team India Victory Parade Fan Climbs Tree To Watch Team India's Victory Parade. Don’t Miss Virat Kohli, Rohit Sharma's Reactions

News Continuous Bureau | Mumbai

Team India Victory Parade: T20 વર્લ્ડ કપ જીતનાર ટીમના સ્વાગત માટે ગુરુવારે મુંબઈમાં વિજય પરેડ કાઢવામાં આવી હતી. મરીન ડ્રાઈવ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે દક્ષિણ મુંબઈનો ટ્રાફિક સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. ટીમ ખુલ્લી બસમાં રવાના થઈ. ચાહકો  ટીમને ચીયર કરતા રહ્યા. મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ટીમ ઈન્ડિયાની વિજય પરેડ દરમિયાન જોવા મળેલ ગાંડપણ માત્ર રસ્તાઓ સુધી સીમિત ન હતું. ઘણા ચાહકો ઝાડ પર ચડી ગયા.

Join Our WhatsApp Community

 

Team India Victory Parade:  ઘણા ચાહકો ઝાડ પર ચડી ગયા.

ટી-20 વર્લ્ડ કપ જીતીને વિજયી ભારતીય ક્રિકેટ ટીમ ગઈ કાલે ભારત પહોંચી હતી. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મુંબઈ આવ્યો હતો, જે સાંજે 5:00 વાગ્યે શરૂ થવાનો હતો, તે મોડો શરૂ થયો હતો. આ વિજય સરઘસના સાક્ષી બનવા હજારો ક્રિકેટ પ્રેમીઓ મરીન ડ્રાઈવ પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક ફેન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને જોવા માટે ફેન્સ રસ્તા પર એક ઝાડ પર ચડી ગયો હતો જ્યાંથી ટીમ ઈન્ડિયાનો કાફલો પસાર થઈ રહ્યો હતો.

 

Team India Victory Parade:  ભારતીય કેપ્ટને તરત જ માણસને નીચે ઉતરવા કહ્યું 

જ્યારે ખેલાડીઓ બસની છત પર ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર ઝાડ પર ચડતા એક છોકરા પર પડી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓએ એક છોકરાને ઝાડ પર બેસીને તસવીરો ખેંચતા જોયો. કોહલીએ તેને સૌથી પહેલા જોયો અને તરત જ રોહિતને તેના વિશે જણાવ્યું. ભારતીય કેપ્ટને તરત જ માણસને નીચે ઉતરવાનું કહ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Team India returns home:રોહિત શર્માનું ઘરે ‘ગ્રાન્ડ સેલ્યુટ’ સાથે સ્વાગત, તિલક વર્મા સહિતના બાળપણના મિત્રોએ ખભા પર ઊંચકી લીધો, જુઓ વિડિયો

Team India Victory Parade:  બપોરે  2 વાગ્યાથી જ મરીન ડ્રાઈવ પર ભેગા થવા લાગ્યા  

નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર બધાની નજર કોહલી અને રોહિત પર હતી. બંનેએ જોરદાર ઉજવણી કરી, ખેલાડીની સાથે રાહુલ દ્રવિડે પણ આ પળનો આનંદ માણ્યો. ટીમ ઈન્ડિયાને આવકારવા માટે ચાહકો બપોરે 2 વાગ્યાથી જ મરીન ડ્રાઈવ પર ભેગા થવા લાગ્યા હતા. 3 કિલોમીટર લાંબી મરીન ડ્રાઈવ પર 3 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. ઇમારતો, વૃક્ષો, બસો અને વાહનો પર ચઢી ગયા હતા. જ્યારે વિજય પરેડ શરૂ થઈ, ત્યારે ભારતીય સ્ટારે પણ ચાહકોને નિરાશ કર્યા નહીં. રોહિત હોય, વિરાટ હોય, બુમરાહ હોય કે હાર્દિક હોય, દરેક 48 મિનિટની વિજય પરેડમાં આનંદથી નાચી રહ્યા હતા.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Boxing Day Test: ૨૦૧૧ બાદ ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડની પહેલી ટેસ્ટ જીત, MCGમાં રચાયો ઇતિહાસ.
Delhi vs Gujarat: વિજય હજારે ટ્રોફીમાં ‘કિંગ’ કોહલીનું શાસન, ગુજરાત સામે ૭૭ રનની તોફાની ઇનિંગ, વનડે ક્રિકેટમાં સતત છઠ્ઠી વખત ૫૦+ સ્કોર ફટકારી રચ્યો ઇતિહાસ.
Vijay Hazare Trophy 2025-26: વિજય હજારે ટ્રોફીમાં રોહિત-વિરાટનું વાવાઝોડું: ‘હિટમેન’ની ૬૨ બોલમાં સદી, વિરાટે ૧૫ વર્ષ બાદ વાપસી કરી ફટકારી સદી!
Team India in 2025: ભારતીય ક્રિકેટ માટે ‘સુવર્ણ વર્ષ’ ૨૦૨૫: પુરૂષ ટીમે જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, તો મહિલા ટીમે પણ વિશ્વ સ્તરે મચાવી ધૂમ!
Exit mobile version