Site icon News Continuous Bureau | Mumbai

Sri Lanka Cricket Controversy। શ્રીલંકા ક્રિકેટમાં શરમજનક ઘટના મહિલા ખેલાડીઓનો બાથરૂમ વીડિયો બનાવતા બે અંડર19 ક્રિકેટરોની ધરપકડ

Sri Lanka Cricket Controversy। કોલંબોની હોટલમાં ખેલાડીઓએ મર્યાદા ઓળંગી; ધરપકડ બાદ જામીન પર છૂટ્યા, 25 મેના રોજ કોર્ટમાં થશે રજૂઆત

Sri Lanka Cricket Controversy। શ્રીલંકા ક્રિકેટમાં શરમજનક ઘટના મહિલા ખેલાડીઓનો બાથરૂમ વીડિયો બનાવતા બે અંડર19 ક્રિકેટરોની ધરપકડ

Sri Lanka Cricket Controversy। શ્રીલંકા ક્રિકેટમાં શરમજનક ઘટના મહિલા ખેલાડીઓનો બાથરૂમ વીડિયો બનાવતા બે અંડર19 ક્રિકેટરોની ધરપકડ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Sri Lanka Cricket Controversy। શ્રીલંકાની અંડર19 મેન્સ ક્રિકેટ ટીમના બે ખેલાડીઓએ રમત જગતને શરમાવે તેવું કૃત્ય કર્યું છે. કોલંબોના નારાહેનપીટા વિસ્તારની એક હોટલમાં આ બંને યુવા ખેલાડીઓએ મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓના વાંધાજનક વીડિયો બનાવ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે બંનેની ધરપકડ કરી હતી, જોકે બાદમાં તેમને જામીન મળી ગયા છે.

હોટલના બાથરૂમમાં મોબાઈલથી બનાવ્યો વીડિયો

ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, આ અઠવાડિયાની શરૂઆતમાં જ્યારે મહિલા ખેલાડીઓએ ફરિયાદ કરી કે બાથરૂમમાં મોબાઈલ ફોન દ્વારા તેમની ફિલ્મ બનાવવામાં આવી રહી છે, ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે બંને ક્રિકેટરોની ધરપકડ કરી હવાલાતમાં ધકેલી દીધા હતા. બાદમાં તેમને 5 લાખ શ્રીલંકન રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આમાંથી કોઈ વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યો છે કે કેમ?

શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ઉથલપાથલ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે શ્રીલંકા ક્રિકેટ (SLC) માં ભારે રાજકીય અને વહીવટી ઉથલપાથલ ચાલી રહી છે. સરકારના દબાણને કારણે બોર્ડના ચીફ સહિત અન્ય સભ્યોએ રાજીનામું આપી દીધું છે અને એક વચગાળાની સમિતિ (Transformation Committee) ની નિમણૂક કરવામાં આવી છે. બોર્ડે હજુ સુધી ખેલાડીઓ વિરુદ્ધ કોઈ શિસ્તભંગની કાર્યવાહીની જાહેરાત કરી નથી, પરંતુ નવી સમિતિ આ મામલાને ગંભીરતાથી લે તેવી શક્યતા છે.

કોર્ટમાં આગામી સુનાવણી

બંને આરોપી ખેલાડીઓને અલુથકડે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે આગામી સુનાવણી 25 મેના રોજ હાથ ધરવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટમાં છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન અને ખેલાડીઓ સાથેના વિવાદોને કારણે અરાજકતા ફેલાયેલી છે. અંડર-19 કક્ષાએ આવી ગેરવર્તણૂક થવાથી ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
West Bengal Strong Room Controversy। બંગાળમાં સ્ટ્રોંગ રૂમ પર સંગ્રામ ટીએમસીનો ઈવીએમ સાથે છેડછાડનો આક્ષેપ, મમતા બેનર્જી પોતે સુરક્ષા કરવા મેદાનમાં ઉતર્યા

IND vs NZ 4th T20 Auckland ચોથી T20માં ભારતની શરમજનક હાર ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ૮૭ રને કચડ્યું, ગ્લેન ફિલિપ્સની સદી અને જેકબ ડફીની ઘાતક બોલિંગ
Hardik Pandya Mumbai Indians IPL 2027 Retention મુંબઈ ઈન્ડિયન્સનો સાથ નહીં છોડે હાર્દિક પંડ્યા! IPL 2027 ઓક્શન પૂર્વે સામે આવ્યું મોટું અપડેટ, અફવાઓ પર લાગી પૂર્ણવિરામ
Abhishek Sharma T20 Records આંતરરાષ્ટ્રીય મંચ પર જમાવ્યો સિક્કો, અભિષેક શર્માની તોફાની બેટિંગે રચ્યો નવો ઈતિહાસ; સૂર્યાની બરાબરી થઈ ગઈ, હવે ‘હિટમેન’નો વારો!
IND vs NZ 3rd T20 ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક શ્રેણી વિજય વેલિંગ્ટનના મેદાન પર ચોગ્ગાછગ્ગાનો વરસાદ; કિવી બોલરો સામે ભારતીય ઓપનરની આક્રમક બેટિંગ
Exit mobile version