Mansukh Mandaviya: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખો-ખો વર્લ્ડ કપ 2025ની વિજેતા ટીમોને સન્માનિત કર્યા, દેશની પરંપરાગત રમતોને પ્રાધાન્ય આપ્યું

Mansukh Mandaviya: કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ખો ખો વર્લ્ડ કપ 2025ની વિજેતા ટીમોનું સન્માન કર્યું; રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે ખેલાડીઓની પ્રશંસા કરી

Mansukh Mandaviya Union Minister Mansukh Mandaviya honored the winning teams of Kho-Kho World Cup 2025, gave priority to the country's traditional games

News Continuous Bureau | Mumbai

Mansukh Mandaviya: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં વિશ્વ કપ વિજેતા ખો ખો ટીમોનું સન્માન કર્યું હતું. ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ 19 જાન્યુઆરીનાં રોજ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઇતિહાસ રચ્યો હતો. બંને ટીમોએ પોતપોતાની ફાઈનલમાં નેપાળને હરાવ્યું હતુ.

Join Our WhatsApp Community

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WTL2.jpg

જેમાં આજે મેન્સ અને વિમેન્સ ખો-ખોની સંપૂર્ણ ટીમ તેમજ કોચ, ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (કેકેએફઆઈ)નાં પ્રમુખ સુધાંશુ મિત્તલ તેમજ મંત્રાલય અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનાં અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Mansukh Mandaviya: દેશમાં પરંપરાગત રમતોનાં પુનરુત્થાન વિશે વાત કરતા ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, “પરંપરાગત રમતો સ્થિતિસ્થાપકતા, સામુદાયિક ભાવનાને પ્રદર્શિત કરે છે અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આપણા પરંપરાગત રમતગમત મૂલ્યને જાળવી રાખે છે. આ પરંપરાગત રમતોની સમૃદ્ધિમાંથી દુનિયાએ ઘણું બધું શીખવાનું છે.”

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાષ્ટ્રીય મંચો પર ઉલ્લેખ કર્યો છે કે, આપણે પરંપરાગત રમતોનું શ્રેષ્ઠ પ્રદર્શન પ્રદાન કરવું પડશે. હવે આપણી ટીમો માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન જ નથી કરી રહી, પરંતુ જ્વલંત વિજય સાથે પણ બહાર આવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, હું અમારા ખેલાડીઓનાં જુસ્સા અને બંને ટીમોનાં પરંપરાગત કૌશલ્યોને અભિનંદન આપું છું.

આ સમાચાર પણ વાંચો : Beti Bachao Beti Padhao: ગુજરાત સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં આટલા ટકાનો નોંધાયો વધારો

Mansukh Mandaviya: 2036નાં ઓલિમ્પિકની વિશેષતા એ છે કે જેની યજમાની માટે ભારતે દાવેદારી નોંધાવી છે, કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, તમામ હિતધારકોની જીતનો પ્રવાહ ચાલુ રાખવો જોઈએ, જેમાં તાજેતરનો લક્ષ્યાંક એશિયન ગેમ્સ 2026 છે. “અમે ખો-ખો વર્લ્ડ કપનાં આયોજનનું શાનદાર કામ કર્યું છે અને અમારે પ્રયાસ કરવાની જરૂર છે કે આ ખેલાડીઓને એશિયન ગેમ્સમાં રમવાની તક મળે. સરકારનો પ્રયાસ ખો-ખોને 2036માં ઓલિમ્પિકમાં લઈ જવાનો પણ છે. આ માટે, ખેલાડીઓ અને કોચે સારું પ્રદર્શન કરતા રહેવાની જરૂર છે. ફેડરેશને સારી રીતે સંચાલન કરવાનું ચાલુ રાખવું પડશે અને રમતગમત મંત્રાલય ખેલાડીઓનાં પ્રદર્શનને સ્તર વધારવામાં અને ટેકો આપવાનું અને મદદ કરવાનું ચાલુ રાખશે.”

આ સમાચાર પણ વાંચો : Gujarat Tableau: પ્રજાસત્તાક દિને કર્તવ્યપથ પર જોવા મળશે ગુજરાતની અનોખી ઝાંખી, આ થીમ આધારિત ઝાંખી રજૂ થશે

રાષ્ટ્રીય રાજધાની ખાતે ખો-ખો વર્લ્ડ કપ 2025માં ભાગ લેનારા 23 દેશોમાંથી ભારત ટોચ પર આવ્યું હતું. તેનો શ્રેય મોટાભાગે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જેએલએન સ્ટેડિયમમાં એક મહિના સુધી ચાલનારા કેમ્પને આપવામાં આવ્યો છે. ભારતની મહિલા ખો-ખો ટીમનાં મુખ્ય કોચ સુમિત ભાટિયાએ જણાવ્યું હતું કે, “10 ડિસેમ્બરે, અમે 60 ખેલાડીઓ સાથે એસએઆઈ જેએલએન સ્ટેડિયમમાં શિબિરની શરૂઆત કરી હતી. તેમાંથી અમને મેન્સ અને વિમેન્સ ટીમ માટે શ્રેષ્ઠ 15-15 ખેલાડીઓ મળ્યા હતા. આ ટીમો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં ખેલાડીઓની બનેલી હતી અને શિબિરે ટીમમાં સંવાદિતા બનાવવામાં મદદ કરી હતી.

“ખેલાડીઓએ પ્રથમ વખત સ્પોર્ટ્સ સાયન્સ ટેસ્ટિંગમાંથી પસાર થયા હતા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી તેમને શ્રેષ્ઠ આહાર અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. તેમણે આજે આપણી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સુમિત ભાટિયાએ ઊમેર્યું કે, ચાર વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની આગામી આવૃત્તિ આવી રહી છે, ત્યારે અમે પોડિયમની ટોચ પર ભારતનો ઝંડો ફરી ફરકાવવાનો પ્રયત્ન કરીશું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Asia Cup 2025 Dates and Venue: એશિયા કપ ૨૦૨૫: ભારતમાં નહીં, UAE માં યોજાશે! જાણો તારીખો અને ભારત-પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ.
Exit mobile version