Site icon

David Warner: ચિન્નાસ્વામીના મેદાનમાં વોર્નરનો ધમાકો, માત્ર 85 બોલમાં ફટકારી સદી, આ સ્ટાર ખેલાડીઓનો તોડ્યો રેકોર્ડ

David Warner: ચિન્નાસ્વામીના મેદાન પર ડેવિડ વોર્નરે ધમાકેદાર બેટિંગ કરી છે. ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં વોર્નર તબાહી મચાવી રહ્યો છે. તોફાની શૈલીમાં બેટિંગ કરતા વોર્નરે માત્ર 85 બોલમાં સદી ફટકારી છે. કાંગારુ ઓપનરે એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડનને પણ ખાસ મામલામાં પાછળ છોડી દીધા છે.

Warner's blast at Chinnaswamy ground, century scored in just 85 balls, broke the record of these star players

Warner's blast at Chinnaswamy ground, century scored in just 85 balls, broke the record of these star players

News Continuous Bureau | Mumbai

David Warner: ચિન્નાસ્વામીના મેદાન ( Chinnaswamy Ground ) પર ડેવિડ વોર્નરે ધમાકેદાર બેટિંગ ( Batting ) કરી છે. ICC વર્લ્ડ કપ 2023માં ( ICC World Cup ) પાકિસ્તાન ( Pakistan ) સામે રમાઈ રહેલી મેચમાં વોર્નર તબાહી મચાવી રહ્યો છે. તોફાની શૈલીમાં બેટિંગ કરતા વોર્નરે માત્ર 85 બોલમાં સદી ફટકારી છે. કાંગારુ ઓપનરે એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડનને પણ ખાસ મામલામાં પાછળ છોડી દીધા છે.

Join Our WhatsApp Community

વોર્નરે તોફાની સદી ફટકારી

બેંગ્લોરના ચિન્નાસ્વામી મેદાન પર પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં ડેવિડ વોર્નર શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો. કાંગારૂ ઓપનરે મિચેલ માર્શ સાથે મળીને ઓસ્ટ્રેલિયાને તોફાની શરૂઆત અપાવી હતી. વોર્નરે વિસ્ફોટક શૈલી સાથે બેટિંગ કરી અને માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી વોર્નરે પાકિસ્તાનના પેસ આક્રમણને પાયમાલ કરી અને મેદાનના ચારેય ખૂણામાં શોટ ફટકાર્યા. મોહમ્મદ નવાઝના બોલ પર એક રન લઈને વોર્નરે 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

ગિલક્રિસ્ટ અને હેડનને પાછળ મૂક્યા

ડેવિડ વોર્નરે 50 ઓવરના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાના મામલે એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડનને પાછળ છોડી દીધા છે. ગિલક્રિસ્ટે વર્લ્ડ કપમાં 1085 રન પોતાના નામે કર્યા હતા જેને વોર્નરે પાછળ છોડી દીધા છે. જ્યારે હેડને 987 રન બનાવ્યા છે. આ યાદીમાં હવે વોર્નરથી આગળ માત્ર રિકી પોન્ટિંગનું નામ છે, જેણે આ મેગા ઈવેન્ટમાં કુલ 1,743 રન બનાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : AUS Vs PAK: બર્થડે બોય મિશેલ માર્શની તોફાની બેટિંગ, પાકિસ્તાન સામે ફટકારી વિસ્ફોટક સદી

પાકિસ્તાન સામે સતત ચોથી સદી

ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે વનડે ક્રિકેટમાં આ સતત ચોથી સદી ફટકારી છે. આ જ ટીમ સામે સતત સદી ફટકારવાના મામલે કાંગારૂ ઓપનરે વિરાટ કોહલીની બરાબરી પણ કરી લીધી છે. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે સતત ચાર સદી ફટકારી છે. વર્લ્ડ કપમાં વોર્નરની આ પાંચમી સદી છે અને તેણે કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version