Site icon News Continuous Bureau | Mumbai

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026| રવિ શાસ્ત્રીના સવાલ પર ઓરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશીનો ફની જવાબ વાયરલ

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026|આઈપીએલ ૨૦૨૬ માં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ૭૨ સિક્સર સાથે રચ્યો ઈતિહાસ ઓરેન્જ કેપ અને સીયેરા કાર સહિત જીત્યા અનેક એવોર્ડ્સ; રવિ શાસ્ત્રીની મજાક પર ખેલાડી હસી પડ્યો.

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026| રવિ શાસ્ત્રીના સવાલ પર ઓરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશીનો ફની જવાબ વાયરલ

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026| રવિ શાસ્ત્રીના સવાલ પર ઓરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશીનો ફની જવાબ વાયરલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026| રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) ગુજરાત ટાઇટન્સને ૫ વિકેટે હરાવીને આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ભવ્ય ફાઇનલ મેચ જોવા અને પોતાના એવોર્ડ્સ લેવા માટે ૧૫ વર્ષનો યુવા સન્સેશન ક્રિકેટર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) પણ હાજર રહ્યો હતો. આ સીઝનમાં સૌથી વધુ રન બનાવીને ‘ઓરેન્જ કેપ’ જીતનારા વૈભવ પર એવોર્ડ્સનો ભારે વરસાદ થયો હતો. પોસ્ટમેચ પ્રેઝન્ટેશન દરમિયાન પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ તેની સાથે મજાક કરતા પૂછ્યું કે, “તમે રોજ કેટલું દૂધ પીઓ છો?”, જેના પર વૈભવે આપેલો રસપ્રદ જવાબ અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન બનતા વૈભવને મળી શાનદાર કાર, એકસાથે ૫ મોટા એવોર્ડ્સ કર્યા નામે

આઈપીએલ ૨૦૨૬ ની સીઝન ૧5 વર્ષીય વૈભવ સૂર્યવંશી માટે અત્યંત યાદગાર અને રેકોર્ડબ્રેક સાબિત થઈ છે. ‘સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન’ નો એવોર્ડ જીતવા બદલ તેને એક બ્રાન્ડ ન્યૂ ‘સિયેરા કાર’ (Sierra Car) ભેટમાં મળી છે. આ સિવાય વૈભવે આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ઓરેન્જ કેપ (Orange Cap), ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન (MVP) અને સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. એવોર્ડ લીધા બાદ વૈભવે જણાવ્યું કે આ સીઝન તેના માટે ઘણું બધું શીખવા જેવી રહી છે. તેણે શીખ્યું કે મેચની પરિસ્થિતિ અને ક્રિઝની સ્થિતિ જોઈને બેટિંગ કરવાની હોય છે, તમે દર વખતે એક જ શૈલીમાં રમી શકતા નથી.

‘પહેલો જ બોલ રેન્જમાં આવશે તો સિક્સર મારીશ જ’ – શાસ્ત્રીએ કહ્યું ‘એવોર્ડ્સ માટે કબાટ નાનો પડશે’

પોતાની આક્રમક બેટિંગ શૈલી વિશે વાત કરતા વૈભવે સ્પષ્ટ કહ્યું કે, “જો મેચનો પહેલો જ બોલ મારી હિટિંગ રેન્જમાં આવે છે અને મને લાગે છે કે હું તેને બાઉન્ડ્રી બહાર મોકલી શકું તેમ છું, તો હું મોટો શોટ મારવાનો પૂરો પ્રયત્ન કરું છું. આ મારો નેચરલ સ્ટાઈલ છે અને અત્યાર સુધી મને તેમાં સફળતા પણ મળી છે.” તેની આ વિસ્ફોટક બેટિંગ પર ચર્ચા કરતા રવિ શાસ્ત્રીએ (Ravi Shastri) પોતાના આગવા અંદાજમાં પૂછ્યું, “તમે બોલરોની એવી ધુલાઈ કરો છો જાણે તેઓ આઉટ ઓફ ફેશન હોય! તમે રોજ કેટલું દૂધ પીઓ છો?” આ સવાલ સાંભળીને વૈભવ હસી પડ્યો અને હસતા હસતા જવાબ આપ્યો, “હું હવે દૂધ નથી પીતો, બસ ફિટનેસ પર ધ્યાન આપું છું.” શાસ્ત્રીએ મજાકમાં ઉમેર્યું કે, હવે તારે ઘરમાં એવોર્ડ્સ રાખવા માટે એક મોટો કબાટ (અલમારી) ખરીદવો પડશે.

૧૬ મેચોમાં ૭૭૬ રન અને ૭૨ સિક્સરનો નવો વર્લ્ડ રેકોર્ડ, પ્લેઓફમાં પણ મચાવી હતી ધૂમ

વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ ૨૦26 માં રમાયેલી કુલ ૧૬ મેચોમાં શાનદાર બેટિંગ કરતા ૭૭૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧ ભવ્ય સદી ફટકારી છે, જ્યારે બે વખત તે સદી ચૂક્યો હતો. પ્લેઓફની અત્યંત દબાણ વાળી મેચોમાં પણ તેનું પ્રદર્શન લાજવાબ રહ્યું હતું, જેમાં તેણે એલિમિનેટરમાં ૯૭ રન અને ક્વોલિફાયર-૨ માં ૯૬ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, આ આખી સીઝનમાં વૈભવે કુલ ૭૨ ગગનચુંબી સિક્સર (6s) ફટકારીને આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા મારવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી દીધો છે.

👉 આ સમાચાર વાચો:
Indian Share Market Opening Rebound| રોકાણકારો માલામાલ અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજારમાં બૂમરાણ; જાણો કયા શેર ઉછળ્યા અને કોણે મચાવી ધમાલ!

Vaibhav Suryavanshi Records ક્રિકેટ જગતમાં ચમકતો નવો સિતારો માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ રચ્યા ક્યારેય ન તૂટે તેવા 7 રેકોર્ડ્સ!
Sarthak Ranjan DPL Stormy Innings ૬, ૬, ૬, ૬, ૬, ૬… DPLમાં પપ્પુ યાદવના પુત્ર સાર્થક રંજનનું તોફાન, ચોગ્ગાછગ્ગાનો વરસાદ વરસાવ્યો
Live Match Commentary Box Clash લાઈવ મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં અંદરોઅંદર ભીડાયા બે પૂર્વ ખેલાડીઓ, માઈક ચાલુ હોવાથી સર્જાઈ અનોખી સ્થિતિ
India Test Match Victory ભારતનો શાનદાર ટેસ્ટ વિજય પ્રથમ મેચમાં શ્રીલંકાને ૧૬૫ રનના વિશાળ અંતરથી હરાવ્યું
Exit mobile version