Site icon

WI vs ENG 1st ODI Highlights: વેસ્ટ ઈન્ડિઝે મોટો અપસેટ સર્જ્યો.. ઈંગ્લેડને હરાવી નોંધાવી પ્રથમ ODIમાં ઐતિહાસિક જીત.. આ બેટ્સમેન બન્યો જીતનું કારણ..

WI vs ENG 1st ODI Highlights: વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી રવિવાર 3 ડિસેમ્બરે કેરેબિયન ધરતી પર શરૂ થઈ હતી.સીરીઝની પ્રથમ મેચમાં જ યજમાન ટીમે મોટો અપસેટ સર્જ્યો હતો અને મેચ 4 વિકેટથી જીતી લીધી હતી..

WI vs ENG 1st ODI Highlights West Indies pull off a major upset.. Beat England to record historic win in first ODI.. This batsman became the reason for the win..

WI vs ENG 1st ODI Highlights West Indies pull off a major upset.. Beat England to record historic win in first ODI.. This batsman became the reason for the win..

News Continuous Bureau | Mumbai

WI vs ENG 1st ODI Highlights: વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ ( West Indies vs England ) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી ( ODI Series ) રવિવાર 3 ડિસેમ્બરે કેરેબિયન ધરતી પર શરૂ થઈ હતી. સીરીઝની પ્રથમ મેચમાં જ યજમાન ટીમે મોટો અપસેટ સર્જ્યો હતો અને મેચ 4 વિકેટથી જીતી લીધી હતી.વેસ્ટ ઈન્ડિઝની જીતનો હીરો કેપ્ટન શાઈ હોપ ( Shai Hope ) હતો જેણે શાનદાર સદી ફટકારીને ટીમને જીત તરફ લઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં કુલ 651 રન થયા હતા, જે દરમિયાન બંને ટીમો 300 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાઈ ન થઈ શકી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે આ શ્રેણીની શાનદાર શરૂઆત છે. તમને જણાવી દઈએ કે, ઘરઆંગણે વનડે ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝની આ સૌથી મોટી જીત પણ છે.

Join Our WhatsApp Community

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતાં ઇંગ્લેન્ડની ટીમે હેરી બ્રૂક ( Harry Brook ) (71)ની શાનદાર અડધી સદીના આધારે નિર્ધારિત 50 ઓવરમાં 325 રન બનાવ્યા હતા. ભારતમાં વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શન બાદ આને સારી શરૂઆત કહેવામાં આવી રહી હતી. જોકે, બેટ્સમેનોની મહેનત તેમના બોલરોએ બરબાદ કરી દીધી હતી.

ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝનો આ સૌથી મોટો સફળ ચેઝ છે…

વેસ્ટ ઈન્ડિઝે 7 બોલ અને 4 વિકેટ બાકી રહેતા આ સ્કોર હાંસલ કર્યો હતો અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. કેપ્ટન શાય હોપે 83 બોલમાં 4 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 109 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ રન ચેઝમાં તેને ઓપનિંગ બેટ્સમેન એલીક અથાનાજેનો સાથ મળ્યો જેણે 66 રન બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai: હવે ભગવાનનું ઘર પણ નથી સુરક્ષિત, દહિસરમાં સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ સીરિયન ચર્ચમાંથી આટલા હજાર રુપિયાની સંપત્તિની ચોરી થતાં મચ્યો ખળભળાટ..

વેસ્ટ ઈન્ડિઝ માટે આ શ્રેણીમાં શાનદાર શરૂઆત છે, જે વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય નથી થઈ શક્યું. ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝનો આ સૌથી મોટો સફળ ચેઝ છે અને એકંદરે બીજો સૌથી મોટો ચેઝ છે. અગાઉ 2019માં તેણે આયર્લેન્ડ સામે 327 રનનો પીછો કરતા 331 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે 6 ડિસેમ્બર બુધવારના રોજ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ ખાતે રમાશે.

India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
Exit mobile version