Site icon

World Cup 2023 : 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું, મેથ્યૂઝ બન્યો ટાઈમ આઉટનો શિકાર, જાણો શું છે આ સંપૂર્ણ નિયમ.. વાંચો વિગતે અહીં..

World Cup 2023 : શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 38મી મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન કંઇક એવું બન્યું જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મૈથ્યૂઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો.

World Cup 2023 For the first time in the 146 year history, Mathews became a victim of time out

World Cup 2023 For the first time in the 146 year history, Mathews became a victim of time out

News Continuous Bureau | Mumbai

World Cup 2023 : શ્રીલંકા અને બાંગ્લાદેશ ( SL vs BAN ) વચ્ચે ગઈ કાલે દિલ્હી ( Delhi ) ના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 38મી મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન કંઇક એવું બન્યું જે ક્રિકેટના ( cricket ) 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મૈથ્યૂઝ ( Angelo Mathews ) ને ટાઈમ આઉટ (Timed Out) આપવામાં આવ્યો હતો. આજ સુધી કોઈપણ બેટ્સમેનને ( batsman ) ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ( international cricket ) આ રીતે આઉટ આપવામાં આવ્યો નહોતો.

Join Our WhatsApp Community

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ શ્રીલંકાના બેટ્સમેન સદીરા સમરવિક્રમાના આઉટ થયા બાદ એન્જેલો મૈથ્યૂઝ ( Angelo Matthews ) બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ મૈથ્યૂઝનો હેલ્મેટ ઠીક ન હતો, તેને પહેરવામાં મૈથ્યૂઝને સમસ્યા થઇ રહી હતી. જે પછી તેણે પવેલિયનથી બીજો હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો હતો. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ( Shakib Al Hasan ) મૈથ્યૂઝ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. શાકિબની અપીલ બાદ અમ્પાયર મૈથ્યૂઝ પાસે ગયા અને તેને પાછા જવા માટે કહ્યું હતું.

ટાઈમ આઉટનો શું છે નિયમ..

મેથ્યુસે ઈન્ટરનેશલ ક્રિકેટમાં ટાઈમ આઉટ થનારો પહેલા બેટર છે. આ અગાઉ કોઈ બેટર સાથે આવું થયુ નથી. મેથ્યુસ જ્યારે બેટિંગ કરવા ઉતર્યો હતો ત્યારે હેલ્મેટની સ્ટ્રિપ તૂટી ગઈ હતી પછી તેને બીજું હેલ્મેટ મગાવ્યું હતું, પરંતુ એ વખતે બાંગ્લાદેશના ખેલાડીઓએ તેની સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. નિયમ મુજબ વિકેટ પડ્યા પછી આગામી બેટરને બોલ ફેસ કરવાનો હોય છે, પરંતુ મેથ્યુસે એમ કર્યું નહોતું. જો બાંગ્લાદેશે અપીલ કરી ન હોત તો મેથ્યુસ આઉટ થયો ન હોત..

આ સમાચાર પણ વાંચો : Mumbai Air Pollution: મુંબઈમાં દિવાળી પર માત્ર 3 કલાક જ ફટાકડા ફોડવામાં આવશે: હાઈકોર્ટ… જાણો વિગતે અહીં..

ત્યારબાદ મૈથ્યૂઝે આ અંગે અમ્પાયર્સ સાથે ઘણી ચર્ચા કરી હતી પરંતુ અંતે તેને પવેલિયન પરત ફરવું પડ્યું હતું. ICCના નિયમ 40.1.1 મુજબ વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના રીટાયર્ડ થયા પછી આવનારા બેટ્સમેને 3 મિનિટમાં બોલ રમવા માટે તૈયાર રહેવું જોઈએ. જો આમ ન થાય તો વિરોધી ટીમના ખેલાડીઓ ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી ઘટના છે જ્યારે કોઈ બેટ્સમેનને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હોય. ક્રિકેટમાં 11 પ્રકારના આઉટ છે. અત્યાર સુધીમાં ઘણા બેટ્સમેન 10 રીતે આઉટ થયા હતા, પરંતુ કોઈને ટાઈમ આઉટ કરવામાં ન આવ્યો હતો. ભારતના મહાન બેટ્સમેન સૌરવ ગાંગુલી આમ તો 2006-07માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ન્યૂલેન્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં મોડેથી પહોંચ્યા હતા, પરંતુ તે સમયે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથે તેની સામે અપીલ કરી ન હતી, તેથી તેને આઉટ કરવામાં આવ્યો ન હતો.

T20 World Cup Final Controversy: ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે અર્શદીપ સિંહ પર તોળાતી આફત! ફાઈનલમાં મેદાન પર આક્રમક વર્તન બદલ ICC લેશે મોટું એક્શન.
IND vs NZ T20 Final Ahmedabad: ફાઈનલ જીતવા કપિલ દેવનો ગુરુમંત્ર! અભિષેક શર્માને ટીમમાં સામેલ કરવા મેનેજમેન્ટને આગ્રહ; શું ટીમ ઈન્ડિયા માનશે સલાહ?
IND vs NZ T20 World Cup Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ! ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ? નોંધી લો તારીખ અને સમય..
IND vs ENG SemiFinal: ઇંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક! શું ભારત તોડશે સેમીફાઈનલનો ‘અભિશાપ’? જાણો ફાઈનલની ટિકિટ મેળવવા શું છે માસ્ટર પ્લાન.
Exit mobile version