News Continuous Bureau | Mumbai
World Cup 2023: ભારતની યજમાનીમાં વર્લ્ડકપ (world cup) રમાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે બુધવારે ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે મેચ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાવાની છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે આ મેચ પૂર્વે વાનખેડે સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના સ્ટેચ્યુનું (Statue) અનાવરણ કરવામાં આવ્યું છે.
Sachin…Sachin… The Statue is inaugurated at Wankhede @sachin_rt @100MasterBlastr pic.twitter.com/Q8E46miSC0
— Sachin Tendulkar Fan Club (@OmgSachin) November 1, 2023
સચિન તેંડુલકરની પ્રતિમાનું વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકાની મેચના એક દિવસ પૂર્વે કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સચિન તેંડુલકર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde), બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ (Jay Shah), બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, એનસીપીના વડા અને બીસીસીઆઈ અને આઈસીસીના ભૂતપૂર્વ વડા શરદ પવાર (Sharad Pawar), એમસીએના પ્રમુખ અમોલ કાલે અને અન્ય લોકો સ્ટેચ્યુના અનાવરણના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રતિમા તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો.
Sachin Tendulkar statue has been unlieved at Wankhede stadium. [Rohit Juglan]
– The God of cricket. pic.twitter.com/0fBoU0vFIG
— Johns. (@CricCrazyJohns) November 1, 2023
#WATCH | Statue of Cricket legend Sachin Tendulkar unveiled at Wankhede Stadium in Mumbai.
Sachin Tendulkar, Maharashtra CM Eknath Shinde, BCCI Secretary Jay Shah, BCCI Vice President Rajeev Shukla, NCP chief and former BCCI & ICC chief Sharad Pawar, MCA President Amol Kale and… pic.twitter.com/X5REr5yUJO
— ANI (@ANI) November 1, 2023
સચિન તેંડુલકર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, એનસીપીના વડા અને બીસીસીઆઈ અને આઈસીસીના ભૂતપૂર્વ વડા શરદ પવાર, એમસીએના પ્રમુખ અમોલ કાલે અને અન્ય લોકો સ્ટેચ્યુના અનાવરણના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સચિન તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 200મી ટેસ્ટ મેચ આ જ મેદાન પર રમી હતી…
સચિન તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે તેની 200મી ટેસ્ટ મેચ આ જ મેદાન પર રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઇનિંગ અને 126 રને જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ભારતીય ટીમે ધોનીની આગેવાનીમાં બીજો વર્લ્ડ કપ જીત્યો હતો.
આ સમાચાર પણ વાંચો : New rules : નવો મહિના નવા ફેરફાર.. આજથી બદલાયા 4 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે…
નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. જે તમામ મેચમાં વિજય થયો છે. જેના પગલે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે સચિન બીજો ભારતીય ક્રિકેટર છે જેની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત છે. પ્રથમ દિગ્ગજ ક્રિકેટર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સી.કે.નાયડુ છે. તેમની ત્રણ જુદા જુદા સ્થળોએ – ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ, નાગપુરનું વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (વીસીએ) સ્ટેડિયમ અને આંધ્રપ્રદેશનું વાયએસઆર સ્ટેડિયમ ખાતે મૂર્તિઓ છે.
