News Continuous Bureau | Mumbai
World Cup 2023: વર્લ્ડ કપ 2023ની 32મી મેચ પૂણેના ( Pune ) મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ( Maharashtra Cricket Association Stadium ) ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા (NZ vs SA) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ( South Africa ) ન્યુઝીલેન્ડને 190 રનથી પરાજય આપ્યો હતો. આ મેચમાં સાઉથ આફ્રિકા ની ટીમે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ સિક્સ (Most Sixes) ફટકારવાનો રેકોર્ડ બનાવી દીધો છે.
The Proteas batters have had a feast 💥
How many sixes will South Africa finish with in #CWC23? 🧐 pic.twitter.com/rXJi80g1mU
— ICC (@ICC) November 1, 2023
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં કુલ 15 સિક્સ ફટકારી હતી. આ સાથે જ અત્યાર સુધી તેમને વર્લ્ડ કપ 2023માં કુલ 82 સિક્સ ફટકારી દીધી છે. આ સાથે જ સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડી દીધો છે. વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડની ટીમે કુલ 76 સિક્સ ફટકારી હતી. વર્લ્ડ કપ 2015માં વેસ્ટ ઈન્ડિઝે 68 જ્યારે વર્લ્ડ કપ 2007માં ઓસ્ટ્રેલિયાએ 67 સિક્સ ફટકારી હતી.
સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં ( points table ) પણ પ્રથમ સ્થાને…
વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકા શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકા માટે વર્લ્ડ કપ 2023માં ડી કોક (18), ક્લાસેન (17), મિલર (14), માર્કો જેન્સેન (9), માર્કરામ (8) અને રાસી વેન ડેર ડ્યુસેન (7) સિક્સ ફટકારી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મેગા બ્લોકને કારણે પરેશાન થયેલા મુંબઈના યાત્રીઓનો અનોખો કિમિયો, રીક્ષા ટેક્સી નહીં આ વાહન કર્યું પસંદ….જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં..
પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જીતવા ઉપરાંત ટીમે વર્લ્ડ કપમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. લેટેસ્ટ રેકોર્ડ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરનો છે. પુણેમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં આફ્રિકન ટીમે 15 જેટલા છગ્ગા ફટકારી અને સાથે જ વિશ્વ કપમાં અત્યાર સુધી 86 છગ્ગા ફટકારીને સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો.