News Continuous Bureau | Mumbai
World Cup 2023 : કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ભારતીય ટીમે (Indian Team) તાજેતરમાં એશિયા કપ 2023 (Asia Cup 2023) નો ખિતાબ જીત્યો હતો. રોહિતની કપ્તાનીમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ટીમ સતત આઠ મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. દરેક લોકો રોહિતની કેપ્ટનશિપના વખાણ કરતા જોવા મળે છે. એક બેટ્સમેન તરીકે પણ તે ખૂબ સારા ફોર્મમાં છે. તેજ દરમિયાન નેધરલેન્ડ સામેની મેચ પહેલા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ રોહિત શર્માની કેપ્ટનશીપને લઈને મોટો ખુલાસો કર્યો છે.
સૌરવ ગાંગુલીએ કોલકાતા ની એક ટીવી શો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, શરુઆતમાં “રોહિત શર્મા કેપ્ટન બનવા માંગતો ન હતો કારણ કે તેના પર તમામ ફોર્મેટ રમવાનું દબાણ હતું. એક સમય એવો આવ્યો જ્યારે મેં તેમને કહ્યું કે તારે હા પાડવી જ પડશે નહીંતર હું તારું નામ કેપ્ટન તરીકે જાહેર કરીશ.
કોહલીએ 2022માં ટેસ્ટ કેપ્ટન્સી છોડી દીધી હતી..
મને ખુશી છે કે તેણે સારો નિર્ણય લીધો. તે સારી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તમે પરિણામો જોઈ શકો છો.” વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને કમાન સોંપવામાં આવી હતી. આ પછી રોહિત શર્માને વનડે ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી હતી.
રાષ્ટ્રીય પસંદગીકારો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટ માટે કેપ્ટનની શોધ કરી રહ્યા હતા .જો કે કોહલી વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરવા માંગતો હતો પરંતુ બોર્ડ નવો કેપ્ટન જોવા માંગતો હતો. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી હાર્યા બાદ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી, ત્યારબાદ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે (2022), કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી અને ત્યારથી રોહિત ટીમની કમાન સંભાળી રહ્યો છે. જો કે તે છેલ્લા T20 વર્લ્ડ કપથી T20 ટીમનો નિયમિત સુકાની રહ્યો નથી, પરંતુ મોટાભાગના પ્રસંગોએ હાર્દિક પંડ્યાને તેના સ્થાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.