News Continuous Bureau | Mumbai
Yuvraj Dhoni Friendship: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ( Mahendra Singh Dhoni ) અને પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ ( Yuvraj Singh ) ને લઈને સોશ્યલ મીડિયા પર ઘણી વાતો થતી હોય છે. કેટલાંક લોકો એવું માને છે કે યુવરાજ સિંહનું કરિયર જલ્દી ખત્મ થવા પાછળ ધોનીનો હાથ રહ્યો છે. કેટલાંક લોકો એવું પણ માને છે કે ધોનીના કારણે યુવરાજ સિંહ ક્યારેય ભારતીય ટીમ ( Indian Team ) નો કેપ્ટન ન બની શક્યો હતો. આ તમામ વાતો વચ્ચે હવે યુવરાજ સિંહે ધોની સાથે તેના સંબંધોને લઈને ખુલાસો કર્યો છે.
યુટ્યુબ પર એક ચેટ શોમાં યુવરાજસિંહે કહ્યું, ‘હું અને માહી ગાઢ મિત્રો નથી. અમે મિત્રો હતા કારણ કે અમે સાથે ક્રિકેટ રમ્યા હતા પરંતુ માહી અને મારી જીવનશૈલી ઘણી અલગ હતી. તેથી જ અમારી વચ્ચે ગાઢ મિત્રતા નહોતી. તે જરૂરી નથી કે તમારા સાથી ખેલાડીઓ મેદાનની બહાર તમારા ગાઢ મિત્રો હોય. દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ-અલગ હોય છે. કોઈપણ એક ટીમને જુઓ, તમામ 11 ખેલાડીઓ એકસાથે ફરતા નહિ દેખાય.’
Yuvraj Singh on his friendship with dhoni 😯 pic.twitter.com/O0Indl23oY
— Vishvajit (@RutuEra7) November 4, 2023
અમારા નિર્ણયોમાં મતભેદ થતા.
યુવરાજસિંહે કહ્યું કે, ‘જ્યારે પણ હું અને માહી મેદાનમાં ઉતરતા ત્યારે અમે બંને દેશ માટે 100% આપી દેતા હતા. તે કેપ્ટન અને હું વાઇસ કેપ્ટન હતો. અમારા નિર્ણયોમાં મતભેદ થતા. તેના કેટલાક નિર્ણયો એવા હતા જે મને ન ગમતા અને મારા કેટલાક નિર્ણયો તેની સમજ બહારના હતા. આવું દરેક ટીમ સાથે થાય છે.’
આ સમાચાર પણ વાંચોઃ ABP Cvoter Opinion Polls: રાજસ્થાનમાં ભાજપ કે કોંગ્રેસ ? સર્વે પોલના આવ્યા ચોંકાવનારા તારણો.. જાણો વિગતે અહીં..
યુવરાજ સિંહે આગળ જણાવ્યું હતું કે, ‘જ્યારે હું મારા કરિયરના અંતિમ સમયમાં હતો ત્યારે મેં તેને મારા કરિયર વિશે પૂછ્યું હતું. તે સમય ODI World Cup 2019 પહેલાનો હતો. ત્યારે માહીએ મને સીધું જ કહ્યું હતું કે મેનેજમેન્ટ તારા વિશે વિચારી રહ્યું નથી. ધોનીએ જ મને સ્પષ્ટ રીતે આ કહ્યું હતું. તેણે જે કહ્યું તે મને ગમ્યું, પછી મેં નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું. હવે જ્યારે પણ અમે બંને એકબીજાથી મળીએ છીએ ત્યારે સરસ રીતે મળીએ છીએ. મને તેની સાથે કોઈ સમસ્યા નથી. આ બધું રમતનો એક ભાગ છે અને અંતે તમારે ફક્ત ટીમ માટે જ વિચારવાનું છે.’
