Site icon News Continuous Bureau | Mumbai

Zimbabwe Cricket Team: ઝિમ્બાબ્વેએ તેના બે ખેલાડીઓ સામે આ મામલે લીધા કડક પગલાં.. ચાર મહિનાઓ માટે મૂક્યો પ્રતિબંધ..

Zimbabwe Cricket Team: ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ હાલ કંઈ સારુ પ્રદર્શન નથી કરી રહી. ટીમના આવા ખરાબ પ્રદર્શન વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના બે ખેલાડીઓ તેના ડોપ ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા છે. જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Zimbabwe Cricket Team Zimbabwe took strict action against two of its players in this matter.. Banned for four months..

Zimbabwe Cricket Team Zimbabwe took strict action against two of its players in this matter.. Banned for four months..

News Continuous Bureau | Mumbai 

Zimbabwe Cricket Team: ઝિમ્બાબ્વે ક્રિકેટ ( ZC ) એ 25 જાન્યુઆરીએ તેના બે ખેલાડીઓ વેસ્લી માધવેરે ( Wesley Madhevere ) અને બ્રાન્ડોન માવુતા ( brandon mavuta ) પર પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરવા બદલ ચાર મહિના માટે કોઈપણ ક્રિકેટ પ્રવૃત્તિમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા મહિને જ્યારે આ બંને પર પ્રતિબંધિત ડ્રગ્સ ( Prohibited drugs ) લેવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપસર તેમનો ડોપ ટેસ્ટ ( Dope test ) કરવામાં આવ્યો હતો, જે બાદ ટેસ્ટ રિપોર્ટ સામે આવતા બંને ખેલાડીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. 

Join Our WhatsApp Channel

વેસ્લી માધવેરે અને બ્રાન્ડોન માવુતા પર ચાર મહિના માટે પ્રતિબંધની સાથે, આ મામલે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ ( Zimbabwe Cricket Board ) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બંને ખેલાડીઓને 50 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બંને ક્રિકેટરોએ ( Cricketers ) તેમના પગારના 50 ટકા દંડ તરીકે ચૂકવવો પડશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ ડ્રગ્સ અને પ્રતિબંધિત દવાઓ પર શૂન્ય સહિષ્ણુતા નીતિ પર કાર્ય કરે છે. અમારી સમિતિએ શોધી કાઢ્યું કે વેસ્લી માધવેરે અને બ્રાન્ડોન માવુતા દ્વારા ઉપયોગમાં લેવાતી દવાઓ પ્રતિબંધિત છે. તેથી, આ ગંભીર ગુનો છે અને બંને ક્રિકેટરોએ નિયમો તોડ્યા હતા. વેસ્લી માધવેરે અને બ્રાન્ડોન માવુતાના કારણે અમે શરમ અનુભવી રહ્યા છીએ.

 ટીમ આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાઈ કરવામાં પણ સફળ રહી ન હતી.

પ્રતિબંધિત ડ્રગ્સના ઉપયોગ પછી, બંને ખેલાડીઓએ હવે રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જેનું નિરીક્ષણ ઝિમ્બાબ્વે ક્રિકેટની તબીબી ટીમ દ્વારા કરવામાં આવશે અને બંને ખેલાડીઓએ ઉચ્ચ પ્રદર્શનની તાલીમ પર પાર કરવી પડશે. આ આદત છોડવાની સાથે બંને ખેલાડીઓએ ભૂલ પર પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સમિતિએ આવા ખેલાડીઓને ડ્રગ્સનો ઉપયોગ કરતા રોકવા માટે કેટલાક પરિબળો પર પણ વિચાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Gyanvapi Case: જ્ઞાનવાપી મસ્જિદ નહીં પણ મંદિર છે! મસ્જિદની આટલી જગ્યા પર મળ્યા મંદિરના પુરાવા.. ઔરંગઝેબના આદેશ પર તોડાયુ મંદિર.. ASI સર્વે રિપોર્ટમાં થયો મોટો ખુલાસો…

માધવેરે ઝિમ્બાબ્વે માટે કુલ 98 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. જેમાં 2 ટેસ્ટ, 36 ODI અને 60 T20I મેચોનો સમાવેશ થાય છે, જ્યારે બ્રેન્ડન માવુતાના નામે 4 ટેસ્ટ, 12 ODI અને 10 T20I આંતરરાષ્ટ્રીય મેચ છે.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ માટે છેલ્લું 1 વર્ષ ખાસ રહ્યું નથી. જેમાં ટીમ ODI વર્લ્ડ કપમાં પણ ટીમ ક્વોલીફાઈય થઈ ન હતી અને ટીમ આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાઈ કરવામાં પણ સફળ રહી ન હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vaibhav Suryavanshi|15 વર્ષના યુવા સેન્સેશનની સીધી ભારતીય ટીમમાં એન્ટ્રી? અજીત અગરકર એક્શનમાં, BCCI સચિવે કરી મોટી જાહેરાત!
Vaibhav Suryavanshi Orange Cap IPL 2026| રવિ શાસ્ત્રીના સવાલ પર ઓરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશીનો ફની જવાબ વાયરલ
IPL 2026 Prize Money। IPL ચેમ્પિયન બન્યા બાદ RCB ની લોટરી લાગી વિજેતા અને રનરઅપ ટીમો માટે જાહેર થઈ પ્રાઈઝ મની, જાણો કોના ખાતામાં કેટલા કરોડો ગયા!
IPL 2026।ગુજરાત ટાઈટન્સની બસમાં અચાનક નીકળ્યા ધુમાડા IPL ફાઈનલ બાદ ખેલાડીઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે જ બની આ ઘટના!
Exit mobile version