Site icon

Zimbabwe Tour : ટીમ ઈન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસની પ્રથમ 2 મેચ માટે 3 મોટા ફેરફાર, આ ખેલાડીઓની થઇ છૂટી ; જાણો કોને મળ્યું સ્થાન

Zimbabwe Tour : BCCIએ ત્રણ જરૂરી ફેરફારો કર્યા છે. સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ, જેઓ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા, તેમને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને તેની જગ્યાએ સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Zimbabwe Tour Sai Sudharsan, Jitesh Sharma and Harshit Rana Added to India’s Squad for First Two T20Is

Zimbabwe Tour Sai Sudharsan, Jitesh Sharma and Harshit Rana Added to India’s Squad for First Two T20Is

News Continuous Bureau | Mumbai 

 Zimbabwe Tour : ભારતીય ક્રિકેટ ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ માટે 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને પ્રથમ બે T20 મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જે સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે.

Join Our WhatsApp Community

 Zimbabwe Tour : ટીમ ઈન્ડિયા હાલ બાર્બાડોસમાં

જણાવી દઈએ કે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા હાલ બાર્બાડોસમાં છે. ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હજુ સુધી ભારત પરત ફરી નથી. તેનું કારણ ચક્રવાતી તોફાન હરિકેન બેરીલ છે. બીસીસીઆઈના અધિકારીઓ પણ ટીમ સાથે છે.

 Zimbabwe Tour : 15 સભ્યોની ટીમમાં આ ત્રણ ખેલાડીઓ નો સમાવેશ 

સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનો તાજેતરના T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમના સ્થાને BCCI (ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એ સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને સ્થાને સામેલ કર્યા છે. મહત્વનું છે કે સાઈ સુદર્શન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં ગુજરાત ટાઇટન્સ માટે, જીતેશ શર્મા પંજાબ કિંગ્સ માટે અને હર્ષિત રાણા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા જોવા મળ્યા હતા.

આ ત્રણેય ખેલાડીઓ (સંજુ, દુબે, જયસ્વાલ), જેઓ શનિવાર (6 જુલાઈ)થી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણી માટે ઝિમ્બાબ્વે જનારી ટીમમાં સામેલ થશે, તેઓ પહેલા ટીમના બાકીના સભ્યો સાથે ભારત આવશે. ICC T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ હરારે માટે રવાના થશે. એટલે કે સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ પ્રથમ 2 મેચ બાદ ઝિમ્બાબ્વે માટે ટીમ સાથે જોડાશે.

આ સમાચાર પણ વાંચો : Ramdas Athawale on Rahul Gandhi : રાહુલ ગાંધી બાદ હવે આ કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન; રાહુલ ગાંધીને ગણાવ્યા આતંકવાદી…

 Zimbabwe Tour : બંને દેશોની ટિમ.. 

આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, તેના ફોટા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા શેર કરવામાં આવ્યા છે.  

ઝિમ્બાબ્વેની ટીમઃ સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, તેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મડાન્ડે, વેસ્લી માધવેરે, તદિવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોન માવુતા, બ્લેસિંગ મુઝારા, મૈરાબેલ, ડી. અંતમ નકવી, રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા

ભારતીય ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રીંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટ કીપર), હર્ષિત રાણા.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version