Site icon

વાસ્તુ ટિપ્સ- માતા લક્ષ્મી ને પ્રિય એવો આ છોડ ઘરમાં લગાવવાથી બદલાઈ જશે તમારું ભાગ્ય-થશે ધનલાભ

News Continuous Bureau | Mumbai

ઘણા લોકો ને ફૂલ ઝાડ નો શોખ હોય છે અને તેવા લોકો ઘરમાં ગાર્ડનિંગ કરવાનું પસંદ કરતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ ઘરની અંદર અને બહાર અનેક પ્રકારના છોડ લગાવતા હોય છે, જેથી ઘર સુંદર દેખાય. પરંતુ વાસ્તુ અનુસાર દરેક છોડ ઘરની અંદર કે બહાર લગાવી શકાય તેવું હોતું નથી.વાસ્તુ નિષ્ણાતોનું કહેવું છે કે વૃક્ષો વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને રીતે અસર કરે છે. આવી સ્થિતિમાં સકારાત્મક ઉર્જા લાવતા છોડ વાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક છોડ લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. આ છોડમાંથી એક છે લક્ષ્મણ છોડ. તેને ઘરમાં લગાવવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે. તે એક એવો છોડ છે જે વેલા જેવો દેખાય છે. તેના પાન સોપારી અને પીપળા જેવા દેખાય છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર તેને લગાવવાના યોગ્ય નિયમો.

Join Our WhatsApp Community

– વાસ્તુ નિષ્ણાતો કહે છે કે લક્ષ્મણનો છોડ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ દિશા કુબેરની છે અને આ દિશામાં આ છોડ લગાવવાથી ધનનો પ્રવાહ વધે છે. આ સિવાય ઘરની પૂર્વ દિશામાં પણ આ છોડ લગાવી શકાય છે. તેને મોટા કુંડા માં વાવી ને  બાલ્કનીમાં પણ રાખી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- વાસ્તુશાસ્ત્રની મદદથી બનાવો સાસુ અને વહુના સંબંધોને મજબૂત-જાણો તે માટેના સરળ ઉપાય

– તે મા લક્ષ્મીના પ્રિય છોડમાંથી એક છે. તેને ઘરમાં લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા જીવનભર બની રહે છે. આટલું જ નહીં ઘરના વાસ્તુ દોષ પણ સમાપ્ત થાય છે. અટકેલા કામ યોગ્ય રીતે થવા લાગે છે. વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. એટલું જ નહીં ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.

– લક્ષ્મણના છોડનું આયુર્વેદિક મહત્વ પણ છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે. સાથે જ જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ તો વધે જ  છે. સાથે જ ઘરમાં ધનનો પ્રવાહ પણ વધે છે.

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

 

Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Exit mobile version