Site icon News Continuous Bureau | Mumbai

ભૂલ માં પણ આ જગ્યાઓ પર ન લગાવો પૂર્વજોની તસવીર-લાગશે પિતૃ દોષ-જાણો પૂર્વજોને પ્રસન્ન કરવાના વાસ્તુ ઉપાય વિશે

News Continuous Bureau | Mumbai

શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તે પ્રસન્ન થાય છે અને તેમને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. એવું કહેવાય છે કે જ્યારે પૂર્વજો કોઈ પર પ્રસન્ન થાય છે તો સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ જો પિતૃ ક્રોધિત(anger) થાય તો, પિતૃદોષ સહિત બીજી ઘણી સમસ્યાઓનો (problems)સામનો કરવો પડે છે. તેથી પિતૃપક્ષ દરમિયાન કેટલાક ઉપાય કરવા જોઈએ. આ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં(Vastu shastra) કેટલીક બાબતો જણાવવામાં આવી છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે વાસ્તુના ક્યાં નિયમોનું પાલન કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે.

Join Our WhatsApp Channel

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોની તસવીર યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે પૂર્વજોની તસવીર બેડરૂમમાં, રસોડામાં કે પૂજા ઘરમાં ન લગાવવી જોઈએ. જેના કારણે પિતૃ નારાજ થાય છે. આ સાથે દેવ દોષ(Dev dosh) પણ લાગે છે. આવી સ્થિતિમાં સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે અને ઘરમાં ઝઘડાઓ વધુ થાય છે. આ સાથે પૂર્વજોની તસવીર એવી જગ્યાએ ન લગાવો, જ્યાંથી દરવાજા માંથી આવતા તમારી નજર તેમના પર પડે.પૂર્વજોની તસવીર હંમેશા દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. કારણ કે આ દિશા યમરાજની(Yamraj) સાથે પૂર્વજોની પણ છે.

પિતૃ પક્ષ સાથે સંબંધિત આ વાસ્તુ નિયમો રાખો

1. જળ ચઢાવવું 

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો, રોજ સવારે મુખ્ય દરવાજા આગળ જળ(water) ચઢાવો .

2. એક દીવો પ્રગટાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા કહેવામાં આવે છે. તેથી દરરોજ સાંજે (evening)એક દીવો પ્રગટાવો. તેનાથી પિતૃ દોષથી પણ છુટકારો મળશે.

આ સમાચાર પણ વાંચો : શનિ ગ્રહ આપણ ને કેવી રીતે અને ક્યારે કરે છે અસર – જાણો તેનાથી બચવાના ઉપાયો વિશે

Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ: ૨ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version