Site icon

12th fail: 12 મી ફેલ એ રચ્યો ઇતિહાસ, શાહરુખ ખાન, સની દેઓલ ની ફિલ્મ ને પાછળ છોડી આ મામલે બનાવ્યો નવો રેકોર્ડ

12th fail: વિક્રાંત મેસી ની ફિલ્મ 12મી ફેલ એ નવી ઉપલબ્ધી હાસિલ કરી છે. આ ફિલ્મે 23 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ગદર નો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો છે.

12th fail became first film in 23 year to complete 25 weeks silver jubliee in cinema

12th fail became first film in 23 year to complete 25 weeks silver jubliee in cinema

News Continuous Bureau | Mumbai

12th fail: વિક્રાંત મેસી અભિનીત અને વિધુ વિનોદ ચોપરા ના ડાયરેક્શન માં બનેલી ફિલ્મ 12 મી ફેલ એ વર્ષ 2023 ની ચર્ચિત ફિલ્મ હતી. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ ને માત્ર થિયેટરમાં જ નહીં પરંતુ ઓટીટી પર સૌથી વધુ જોવામાં આવી હતી. આ ફિલ્મ આઇપીએસ મનોજ શર્મા ના જીવન પર બની હતી. હવે આ ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Viral video: જિંદગી ના મિલેગી દોબારા માં જો 80ના દાયકા ના સ્ટાર્સ હોત તો કંઈક આવો હોત તેમનો લુક, વાયરલ થયો વિડીયો

12 મી ફેલ એ રચ્યો ઇતિહાસ 

વિક્રાંત મેસી ની ફિલ્મ 12મી ફેલ એ ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે સિલ્વર જ્યુબિલી તરીકે ઉભરી આવી છે. આ ફિલ્મ ભલે ઓટિટિ પર રિલીઝ થઇ ગઈ હોય પરંતુ હજુ પણ તે થિયેટર માં ચાલી રહી છે. આ ફિલ્મે સિનેમાઘરોમાં 25 અઠવાડિયા પૂરા કર્યા છે. આ રેકોર્ડ 23 વર્ષ પહેલા સની દેઓલ અભિનીત ફિલ્મ ગદર દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે 12 મી ફેલ એ સિલ્વર જ્યુબિલી નો રેકોર્ડ બનાવ્યો છે. વિક્રાંત મેસીએ આ ખુશી દર્શકો સાથે શેર કરી છે.


વિક્રાંત મેસીએ પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું, ‘આ માઈલસ્ટોન હાંસલ કરનારી આ 23 વર્ષમાં પહેલી ફિલ્મ છે. અમારા સપનાને સાકાર કરવા માટે દર્શકોનો આભાર. આ કરવા માટે તમે ખરેખર જવાબદાર છો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version