Site icon

હંગામા-2નું પહેલું ગીત થયું રિલીઝ; ‘ચુરા કે દિલ મેરા 2.૦’ ગીત પર શિલ્પા શેટ્ટીનો ધમાકેદાર ડાન્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

ફિલ્મ 'હંગામા-2'નું પહેલું ગીત 'ચુરા કે દિલ..' રિલીઝ થઈ ગયું છે. આ ગીત 1994માં આવેલી ફિલ્મ 'મૈં ખિલાડી તૂ અનાડી'નું છે. 25 વર્ષ બાદ આ ગીતમાં શિલ્પા શેટ્ટી તથા જાવેદ જાફરીનો દીકરો મિઝાન જોવા મળે છે. ઓરિજિનલ ગીતમાં અક્ષયકુમાર તથા શિલ્પા શેટ્ટી હતાં.

શિલ્પાએ હાલમાં જ ગીતની ઝલક શૅર કરીને કહ્યું હતું, 'આ છે જૂની વાઇન, નવી બોટલમાં. ઓરિજિનલ અક્ષયકુમારે યાદ કરી રહી છું, પરંતુ હાલમાં તો મિઝાનનું દિલ જીતવું છે. પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનેલી 'હંગામા-2'ના ગીત 'ચુરા કે…'ને બેની દયાલ તથા અનમોલ મલિકે અવાજ આપ્યો છે. સંગીત અનુ મલિકે તૈયાર કર્યું છે. ગીતને બ્રિન્દ્રા માસ્ટરે કોરિયોગ્રાફ કર્યું છે.

આ અભિનેત્રીને હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં ભરતી, હાલત ગંભીર ; જાણો વિગતે 

શિલ્પા શેટ્ટીએ આ ગીત અંગે કહ્યું હતું કે 'ચુરા કે દિલ મેરા..' તેની કરિયરમાં માઇલસ્ટોન સાબિત થયું હતું. આ ગીત હંમેશાં તેના માટે ખાસ રહેશે. રીમિક્સ સૉન્ગ અંગે તે ઉત્સાહી છે. 25 વર્ષ બાદ આ ગીત તેના માટે પડકારરૂપ હતું. આશા છે કે દર્શકોને આ ગીત પસંદ આવશે.

 

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version