Site icon

 DDLJ ને પુરા થયા 25 વર્ષ : બોલિવૂડની એવરગ્રીન જોડી શાહરૂખ ખાન અને કાજોલનું સ્ટેચ્યુ લંડનમાં મુકવામાં આવશે…જાણો વિગિતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓક્ટોબર 2020

શાહરૂખ ખાન-કાજોલની એવરગ્રીન જોડીનો જાદુ 25 વર્ષ બાદ પણ અકબંધ છે. ગ્લોબલ ફલક પર આકાર લેતી ઈન્ડિયન લવ સ્ટોરી એટલે દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યુ હતું. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં શાહરૂખે રાજ અને કાજોલે સિમરનનો રોલ કર્યો હતો. આ સાથે ભારત ઉપરાંત વિદેશી પ્રેક્ષકોને પણ દીવાના કર્યા હતા. આજે આ ફિલ્મને 25 વર્ષ થઇ ગયા પણ તેનો જાદૂ હજુ તેમનો તેમ છે અને આ પ્રસંગે લંડનના લેસ્ટર સ્કેવરમાં કાજોલ-શાહરૂખનું બ્રોન્ઝનું પૂતળું મુકવામાં આવવાનું છે. વર્ષ-2021ની શરૂઆતમાં આ સ્ટેચ્યુનું અનાવરણ થશે. આ સ્પેશિયલ ઈવેન્ટમાં  શાહરૂખ અને કાજોલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. હાર્ટ ઓફ લંડન બિઝનેસ એલાયન્સના ડિરેક્ટર માર્ક વિલિમ્સે જણાવ્યુ હતું કે, લેસ્ટર સ્ક્વેર્સ ખાતે શૂટ થયેલી પ્રથમ ફિલ્મને લાવવા માટે ઉત્સુક છે. ઈન્ટરનેશનલ સિનેમાના બે મોટા કેરેક્ટર્સના સ્ટેચ્યુ મૂકીને બોલિવૂડની ગ્લોબલ પોપ્યુલારિટીને ટ્રિબ્યુટ આપવામાં આવશે. કારણ કે, સિનેમાના કારણે સાંસ્કૃતિ સેતુ બને છે અને તેને જોવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો આવશે તેમાં કોઈ શંકા નથી.

યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી. એ સમયે ભારતમાં તેનું કલેકશન ૮૯ રૂપિયા કરોડનું હતું. આ ફિલ્મમાં લંડનના લેસ્ટર સ્કેવરને પણ દર્શાવામાં આવ્યું હતું.

હવે આ જ સ્થાને શાહરૂખ-કાજોલનું સ્ટેચ્યુ બનાવામાં આવશે. અહીં હેરી પોર્ટર, લોરેલ એન્ડ હાર્ડી, બગ્ન જીની, વન્ડર વુમેન તેમજ અન્યોના પૂતળા મુકવામાં આવ્યા છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version