Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.

Aamir Khan New Look:મિસ્ટર પરફેક્શનિસ્ટે શૂટિંગ માટે બદલ્યો પોતાનો લૂક, નાના વાળ અને નવી સ્ટાઈલમાં જોવા મળ્યો આમિર ખાન

60-Year-Old Aamir Khan Debuts a Fresh New Look; Fans Call Him ‘Younger and Cooler’ Than Ever.

60-Year-Old Aamir Khan Debuts a Fresh New Look; Fans Call Him ‘Younger and Cooler’ Than Ever.

News Continuous Bureau | Mumbai

Aamir Khan New Look:બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન હંમેશા પોતાના લૂક સાથે પ્રયોગો કરવા માટે જાણીતા છે. 60 વર્ષની ઉંમરે પણ આમિર ખાન પોતાની ફિટનેસ અને સ્ટાઈલથી ચાહકોને ચોંકાવતા રહે છે. હાલમાં જ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરવામાં આવી છે, જેને જોઈને ફેન્સ માની જ નથી રહ્યા કે એક્ટરની ઉંમર 60 વર્ષ છે. આ નવા લૂકમાં આમિર પહેલા કરતા પણ વધુ જવાન અને કૂલ દેખાઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર

શૂટિંગ માટે બદલ્યો પોતાનો અવતાર

આમિર ખાનની આ નવી તસવીર કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાનની હોય તેવું લાગી રહ્યું છે. તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘પોસ્ટ પેકઅપ શૂટ’ જે સંકેત આપે છે કે આમિર કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. આ લૂકમાં તેણે પોતાના વાળ નાના કરાવ્યા છે અને મૂછોની સ્ટાઈલમાં પણ ફેરફાર કર્યો છે. ગયા વર્ષે ફિલ્મ ‘સિતારે જમીન પર’ માં જોવા મળેલા આમિરે આ વખતે ફેન્સને ફરી એકવાર પોતાની ફિટનેસથી પ્રભાવિત કર્યા છે.


 

સોશિયલ મીડિયા પર આમિરનો આ યંગ લૂક વાયરલ થતા જ ફેન્સે કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે આમિર ખાન માટે ઉંમર માત્ર એક નંબર છે. હાર્ટ ઇમોજી અને પોઝિટિવ કમેન્ટ્સથી સોશિયલ મીડિયા ભરાઈ ગયું છે. ચાહકોનું માનવું છે કે ખૂબ જ ઓછા સમયમાં આમિરે જે રીતે પોતાને ટ્રાન્સફોર્મ કર્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે અને તે સાચા અર્થમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version