Site icon

7 મહિના બાદ 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર ખુલશે, સાથે આ છ ફિલ્મ પણ રી-રિલીઝ થશે… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

દેશભરના મોટાભાગના થિએટરો કોરોના વાયરસ મહામારી વચ્ચે ફરીથી ખોલવા માટે સુયોજિત છે. આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી એકવાર ખુલવા જઈ રહ્યા છે. સરકારે 50% બેઠક ક્ષમતા સાથે થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, ઘણી ફિલ્મો ફરી એકવાર મોટા પડદે રજૂ થશે. આ તે ફિલ્મો છે જે ભૂતકાળમાં મોટા પડદા પર બતાવવામાં આવી છે.

Join Our WhatsApp Community


 
એક ટ્રેડ એનાલિસ્ટે ટ્વીટ કરીને ફિલ્મ અંગે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'આ અઠવાડિયે થિયેટર ફરીવાર ખુલી રહ્યા છે. છ હિંદી ફિલ્મ આ અઠવાડિયે રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં 'તાન્હાજી', 'વૉર', 'શુભ મંગલ ઝ્યાદા', 'મલંગ', 'થપ્પડ' તથા 'કેદારનાથ' શામેલ છે. આગામી દિવસોમાં અન્ય ફિલ્મના નામે સામે આવશે.'

આ તમામ ફિલ્મમાંથી 'કેદારનાથ' 2018માં રિલીઝ થઈ હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને તેથી જ સુશાંતના ચાહકો માટે આ ફિલ્મ ફરી વાર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સુશાંતની સાથે સારા અલી ખાન હતી. સારાની આ ડેબ્યૂ ફિલ્મ હતી.

TRP List: TRP રેસમાં મોટો ફેરફાર: ‘અનુપમા’ ટોપ પર, પરંતુ આ જૂના શોએ આપી જોરદાર ટક્કર! ‘તારક મહેતા’ ટોપ 5માંથી આઉટ
The Taj Story Trailer Out: પરેશ રાવલની નવી રજૂઆત,’ધ તાજ સ્ટોરી’ ટ્રેલર રિલીઝ, શું તાજમહેલ ખરેખર પ્રેમની નિશાની છે?
Delhi Crime Season 3 : પ્રતીક્ષા થઈ પૂર્ણ! ‘દિલ્હી ક્રાઈમ સીઝન 3’ આ તારીખે થશે રિલીઝ, નોટ કરી લો Netflix પરની ડેટ
YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અરમાન અને અભીરા ના થશે લગ્ન, આ બંને નું જીવન હરામ કરવા થશે આ પાત્ર ની એન્ટ્રી
Exit mobile version