Site icon News Continuous Bureau | Mumbai

72 Hoorain Trailer: સેન્સર બોર્ડના રિજેક્શન બાદ રિલીઝ થયું ’72 હુરે’નું ટ્રેલર, આતંકવાદના ભયાનક ચહેરાને ઉજાગર કરે છે આ ફિલ્મ

સંજય પુરણ સિંહ ચૌહાણની ‘72 હુરે’ 7 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર આતંકવાદની કાળી દુનિયાને ઉજાગર કરે છે

72 hoorain : CBFC issues clarification

72 hoorain : CBFC issues clarification

News Continuous Bureau | Mumbai

સંજય પુરણ સિંહ ચૌહાણની ‘72 હુરે’ 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ગઈકાલેઆ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં આતંકવાદની અંધારી દુનિયાના સત્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેવી રીતે વ્યક્તિનું આતંકવાદી બનવા માટે બ્રેઈનવોશ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારથી ‘72 હુરે’ ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી તે વિવાદોનો હિસ્સો બની ગઈ છે. ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરળ સ્ટોરીની સફળતા બાદ તમામની નજર આ ફિલ્મ પર ટકેલી છે.

Join Our WhatsApp Channel

 

72 હુરે નું ટ્રેલર થયું રિલીઝ

7 જુલાઈના રોજ 72 હુરેની રિલીઝ પહેલા, નિર્માતાઓએ વિવાદાસ્પદ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું. આ ફિલ્મ અંગ્રેજી ઉપરાંત આસામી, બંગાળી, ભોજપુરી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ અને તેલુગુ સહિત 10 સ્થાનિક ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. 72 હુરે માં પવન મલ્હોત્રા હકીમ અલીના રોલમાં છે અને આમિર બશીર બિલાલ અહેમદના રોલમાં છે.

72 હુરે નો વિવાદ 

72 હુરે ની રિલીઝ પહેલા સેન્સર બોર્ડે તેના ટ્રેલરને અનેક કારણો દર્શાવીને નકારી કાઢ્યું હતું. જોકે સીબીએફસીએ અગાઉ મંજૂરી આપી હતી અને ફિલ્મને લીલી ઝંડી આપી હતી. ટ્રેલર પર પ્રતિબંધ મૂક્યા પછી, ફિલ્મના નિર્માતાઓએ કહ્યું છે કે તેઓ હવે મદદ માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરશે. તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા અને CBFCના ઉચ્ચ અધિકારીઓ સાથે પૂછપરછ કરવા વિનંતી કરશે. 

આ સમાચાર પણ વાંચો : 72 હુરે: સેન્સર બોર્ડે ’72 હુરે ‘ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો કર્યો ઇનકાર, ગુસ્સામાં અશોક પંડિતે કહી આ વાત

Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Tara Sutaria In Mahavatar વિકી કૌશલની મેગા બજેટ ફિલ્મ ‘મહાવતાર’માં તારા સુતારિયાની એન્ટ્રી? ફીમેલ લીડ માટે ચર્ચાઓ તેજ
Vividh Bharati Foundation Day ભારતીય રેડિયોનો સુવર્ણ ઈતિહાસ ૩ ઑક્ટોબર ૧૯૫૭ના રોજ ગૂંજ્યો હતો ‘વિવિધ ભારતી’નો પહેલો સૂર, જાણો તેની શરૂઆતની રોચક કહાની
Exit mobile version