News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ના “શહેનશાહ” અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર બ્લોગ (blog)પર પોતાની વાતો ચાહકો સાથે શેર કરે છે. તાજેતરમાં, અભિનેતાએ એક વાતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેવી રીતે એક પાંચ વર્ષના બાળકે તેને આભો જ બનાવી દીધો. બાળકે બિગ બીને સલાહ આપી હતી કે 80 વર્ષની ઉંમરે કામ કેમ કરો છો. ઘરે બેસીને મજા કરો.
વાસ્તવમાં, અમિતાભ બચ્ચન એક અભિયાન (campaign)માટે કામ કરી રહ્યા હતા, ત્યારે આ બાળકે આવીને તેમને આ વાત કહી. બિગ બીએ લખ્યું, 'હું આરબીઆઈના અભિયાન (RBI campaign)માટે કામ પર હતો. સીનમાં એક 5-6 વર્ષનો બાળક પણ હતો અને રિહર્સલની(rehersal) વચ્ચે તે મારી તરફ ફરીને બોલ્યો મને માફ કરજો, તમારી ઉંમર કેટલી છે? મેં કહ્યું 80, પછી તે થોડો પાછળ ખસ્યો અને કહ્યું, ઓહ તમે કેમ કામ કરો છો. મારા દાદા દાદી ઘરે બેસીને મજા કરી રહ્યા છે. તમારે પણ કરવી (chill)જોઈએ.'બાળક ની વાત સાંભળીને બિગ બી ચોંકી ગયા અને કોઈ જવાબ આપી શક્યા નહીં. અમિતાભ બચ્ચને લખ્યું, 'મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. પેહલા તો એટલા માટે કે પાંચ વર્ષના બાળકના મોંમાંથી આટલું મોટું સત્ય(truth) સાંભળીને મને આશ્ચર્ય થયું હતું. મારી પાસે જવાબ પણ નથી. શૂટ પૂરું થયા પછી મેં તેની સાથે ફોટો ક્લિક કર્યો, તેને અલવિદા કહ્યું અને તેની માતાના કહેવા પર ઓટોગ્રાફ આપ્યો. પણ આ વાત મારા મગજમાં ચાલતી રહી.’
આ સમાચાર પણ વાંચો : બ્રેકઅપ ના આઘાત માંથી બહાર આવ્યા બાદ આ પ્રખ્યાત અભિનેત્રીના ભાઈ ને ડેટ કરી રહી છે ઇલિયાના ડીક્રુઝ- આ તસવીર છે તેનો પુરાવો
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન તેમના ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ 14'(KBC14)નું શૂટિંગ કરી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો 'KBC'ની આ સિઝન 7 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થશે. આ શો સિવાય અમિતાભની આગામી ફિલ્મો પણ પાઈપલાઈન માં છે. તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે 'બ્રહ્માસ્ત્ર'માં (Brahmastra)જોવા મળશે. આ સિવાય તે વિકાસ બહલના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ગુડબાય'(Goodbye) માં કામ કરી રહ્યો છે. સૂરજ બડજાત્યા દિગ્દર્શિત 'ઉચ્છાઈ'માં(Unchai) તેમની મુખ્ય ભૂમિકા છે.આ ઉપરાંત તેઓ નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન 'પ્રોજેક્ટ કે'(Project K)માં પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.
