Site icon

69th National Film Awards 2023 : નેશનલ એવોર્ડ મળ્યા બાદ ખુશીથી ઝૂમી ઉઠ્યો ‘પુષ્પા’, અલ્લુ અર્જુનના સેલિબ્રેશનનો વીડિયો થયો વાયરલ

નેશનલ એવોર્ડ 2023માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવ્યા બાદ અલ્લુ અર્જુન અને દિગ્દર્શક સુકુમારની ખુશીની કોઈ સીમા ન રહી. જે બાદ અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

69th national film awards 2023 allu arjun jumps as he gets best actor award for pushpa

69th National Film Awards 2023 : નેશનલ એવોર્ડ મળ્યા બાદ ખુશીથી ઝૂમી ઉઠ્યો 'પુષ્પા', અલ્લુ અર્જુનના સેલિબ્રેશનનો વીડિયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai 

તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ને 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ આપવામાં આવ્યો છે. 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023 માટે, અલ્લુ અર્જુનનું નામ તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ વાતની જાહેરાત થતાં જ ફિલ્મસ્ટારના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આની જાહેરાત થતાં જ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને તેની ફિલ્મના નિર્દેશક સુકુમાર આનંદથી નાચવા લાગ્યા. આ દરમિયાન ફિલ્મ સ્ટારના પિતા અને જાણીતા ફિલ્મમેકર અલ્લુ અરવિંદ પણ પાછળ ઉભા હતા.તેમજ, અભિનેતાની પત્ની સ્નેહા રેડ્ડીએ પણ આ ખુશી પોતાની આંખોથી જોઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ખળભળાટ મચી ગયો છે. જે બાદ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

 નેશનલ અવૉર્ડ મેળવવા વાળો પહેલો તેલુગુ સ્ટાર બન્યો અલ્લુ અર્જુન 

આટલું જ નહીં આ સાથે અલ્લુ અર્જુનને એક મોટી ઉપલબ્ધિ મળી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થનાર તેલુગુ સિનેમા નો પ્રથમ અભિનેતા બન્યો છે. પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની આ ફિલ્મે ગયા વર્ષે ઘણો હંગામો મચાવ્યો હતો. ફિલ્મના તમામ ડાયલોગ્સથી લઈને એક્ટર અલ્લુ અર્જુનની ડાયલોગ ડિલિવરી અને તેની અનોખી સ્ટાઈલની ખૂબ જ ચર્ચા થઈ હતી. જેના કારણે તે માત્ર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકોનો ફેવરિટ બની ગયો હતો. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા સાથે તેની લોકપ્રિયતા દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ. હવે નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદગી થતાં આ બાબતની પુષ્ટિ થઈ છે.

આ સમાચાર પણ વાંચો : 69th National Film Awards : વર્ષ 2021 માટે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત; રૉકેટરી: ધ નંબી ઇફેક્ટને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version