Site icon

સોહેલ ખાન અને સીમા ખાન ના છૂટાછેડા બાદ હવે વધુ એક બોલિવૂડ કપલ ના સેપરેશન ના સમાચાર આવ્યા સામે; જાણો તે સેલિબ્રિટી કપલ વિશે

News Continuous Bureau | Mumbai

સોહેલ ખાન અને સીમા ખાનના છૂટાછેડા (Sohail Khan Seema khan divorce) બાદ હવે બોલિવૂડના વધુ એક કપલના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, આમિર ખાનના (Aamir Khan nephew)ભાણીયા અને અભિનેતા ઇમરાને તેની પત્ની અવંતિકાથી (Imran Khan Avantika) અલગ થવાનો નિર્ણય લીધો છે. 2019 થી તેમના સંબંધો વિશે અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે બંનેએ આખરે તેમના સંબંધોને કાયમ માટે સમાપ્ત (separation) કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ અવંતિકા મલિક (Avantika Malik)તેના લગ્નને વધુ એક તક આપવા માંગતી હતી, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ તેમનો રસ્તો એક ના થઇ શક્યો. બંનેના મિત્રો અને પરિવારના સભ્યોએ પણ ઈમરાન અને  અવંતિકાને (Imran Avantika) નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો થાળે પડ્યો ન હતો. રિપોર્ટ અનુસાર, ઈમરાન આ લગ્નમાં પાછોઆવવા માંગતો નથી અને અવંતિકા પણ સમજી ગઈ છે કે અંતર ખતમ કરવું ખૂબ મુશ્કેલ છે. જોકે, બંનેએ હજુ સુધી કોર્ટમાં છૂટાછેડા (Court divorce)માટે અરજી કરી નથી.

આ સમાચાર પણ વાંચો: આ કારણે બિગ બીએ 'ધાકડ' ના ગીત વાળી પોસ્ટ કરી હતી ડિલીટ! અભિનેતા એ પોતાના બ્લોગમાં કર્યો ખુલાસો

ઈમરાન ખાન અને અવંતિકાએ (Imran Avantika)10 વર્ષના લાંબા સંબંધો બાદ વર્ષ 2011માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને 7 વર્ષની પુત્રીના માતા-પિતા પણ છે. ઈમરાન અને અવંતિકા વર્ષ 2019થી અલગ રહે છેઅલગ થયા બાદ, બંને ગયા વર્ષે મુંબઈની (Mumbai) ફાઈવ સ્ટાર હોટેલ ટ્રાઈડેન્ટમાં (Trident) એક લગ્ન સમારંભમાં ટકરાયા હતા. જો કે, આ દરમિયાન બંનેએ ઘણી સારી વાતો કરી હતી, પરંતુ તેમની મુલાકાતે ઘણી હેડલાઇન્સ બનાવી હતી.તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને ફિલ્મ 'જાને તુ યા જાને ના' થી પોતાના કરિયરની શરૂઆત (bollywood debut) કરી હતી અને આ ફિલ્મ સફળ રહી હતી. એક સમયે તેઓ યુવાનોના પ્રિય હતા. આ પછી તે 'મેરે બ્રધર કી દુલ્હન', 'ડેલી બેલી' અને 'લક' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો, પરંતુ તે લાંબા સમયથી મોટા પડદાથી ગાયબ છે.

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version