Site icon

આમિર ખાન થી લઇ ને કરીના કપૂર ખાન સુધી, આ સેલેબ્સની અજીબોગરીબ આદતો વિશે જાણી ને તમે ચોંકી જશો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર

દુનિયામાં અજીબોગરીબ પ્રકારના લોકો છે જેઓ અનેક વિચિત્ર કામો કરે છે. જો કે જે ક્રિયાઓ અન્ય લોકો માટે વિચિત્ર હોય છે, તે લોકો માટે તે વસ્તુઓ સંપૂર્ણપણે સામાન્ય હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પણ આવી કેટલીક વિચિત્ર હરકતો કરે છે. આ સ્ટાર્સની કેટલીક વિચિત્ર આદતો સાંભળીને તમને આશ્ચર્ય થશે. ચાહકો બોલિવૂડ સ્ટાર્સ વિશે બધું જાણવા આતુર હોય છે. તેઓ શું ખાય છે, શું પહેરે છે, કોને મળે છે અને કોની સાથે તેમનું અફેર ચાલે છે. તો ચાલો અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવીએ જેમની વિચિત્ર હરકતો તમને આશ્ચર્યચકિત કરી દેશે.

આમિર ખાન

કેટલાક લોકો એવા છે જેમને દરરોજ સ્નાન કરવું એ એક મોટું કાર્ય લાગે છે. જો તમને પણ આવી આદત છે તો તે આમિર ખાન સાથે ઘણી મળતી આવે છે. આમિર ખાનને રોજ નહાવાનું પસંદ નથી. આમિરની પૂર્વ પત્ની કિરણ રાવે કહ્યું હતું કે આમિરને સ્વચ્છતા બહુ પસંદ નથી, તેને ક્યારેક-ક્યારેક જ નહાવાનું પસંદ છે.

 

પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા સ્વચ્છતાને લઈને ખૂબ જ ચિંતિત છે. તે હંમેશા સ્વચ્છ બાથરૂમ ઈચ્છે છે, તેથી તે વારંવાર બાથરૂમ સાફ કરતી રહે છે. આ તેના પ્રિય કામ માનું એક છે.

સની લિયોન

બોલિવૂડની લૈલા ગર્લ સની લિયોનીને પણ એક વિચિત્ર આદત છે. સની લિયોનને દર 15-20 મિનિટે પગ સાફ કરવાની આદત છે. સનીને તેના પગની સંભાળ રાખવી ગમે છે અને તે સમયાંતરે તેના પગ સાફ કરે છે.

જ્હોન અબ્રાહમ

હેન્ડસમ હંક જોન અબ્રાહમને પગ હલાવવાની આદત છે. આવી આદત ઘણા લોકોમાં હોય છે અને જ્હોન આ બાબતમાં આપણા જેવો જ છે. તે જ્યાં બેસે છે ત્યાં પગ હલાવતો રહે છે. તે ઘણીવાર ચેટ શો અને પ્રેસ કોન્ફરન્સમાં પણ પગ હલાવતો જોવા મળ્યો છે.

કરીના કપૂર ખાન

જો તમને નખ ચાવવાની આદત છે તો જાણી લો કે તમારી આ ગંદી આદત પણ કરીના કપૂર ખાન જેવી જ છે. નવાબ બેગમ કરીના કપૂર ખાન પણ વારંવાર પોતાના નખ ચાવે છે. તે અનેક પ્રસંગોએ પોતાના દાંત વડે નખ ચાવતી જોવા મળી છે.

અનુષ્કા શર્મા વિરાટ કોહલીને ગણતી હતી ઘમંડી, આવી હતી બંને ની પહેલી મુલાકાત ; જાણો વિગત

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version