Site icon

અભિષેક બચ્ચને બોબના પાત્ર માટે વધારવું પડયું આટલું વજન, અભિનેતાએ કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન ફરી એકવાર પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતવા માટે તૈયાર છે. તેની ફિલ્મ બોબ બિશ્વાસ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અભિષેકનો લુક એકદમ અલગ છે.બોબ બિસ્વાસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને અભિષેકની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અભિષેકે હાલમાં જ કહ્યું હતું કે લોકડાઉનમાં તેણે ફિલ્મ માટે વજન વધાર્યું હતું અને આટલું વજન જાળવી રાખવું પડ્યું હતું કારણ કે લોકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ થઈ ગયું હતું.અભિષેકે જણાવ્યું હતું કે બંગાળી મીઠાઈઓ ખાઈને વજન વધારવું સરળ હતું પરંતુ, લોકડાઉન દરમિયાન તે વજનને ટકાવી રાખવું મુશ્કેલ હતું.

એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને કહ્યું છે કે કોલકાતા માં શિયાળા માં વજન આપોઆપ વધી જતું હોય છે . જ્યારે તમારી પાસે સૌન્દેશ અને ખાવા માટે ઘણી મીઠાઈઓ હોય. પરંતુ માનસિક રીતે હું અસ્વસ્થ હતો કારણ કે લોકડાઉનને કારણે અમારે અમારું શૂટિંગ  અડધું બંધ કરવું પડ્યું હતું. અમે 80 ટકા સુધી શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું અને અમારી પાસે 10-15 દિવસનું શૂટિંગ બાકી હતું. લોકડાઉનમાં, મારે તે વજન જાળવી રાખવું પડ્યું. જે ખૂબ જ મુશ્કેલ હતું.અભિષેકે વધુમાં જણાવ્યું કે કલાકારો આ માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરે છે પરંતુ નિર્દેશક દિયા ઘોષ અને તેના પિતા સુજોય ઘોષ આના સખત વિરોધમાં હતા. અભિષેકે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેનું વજન 100-105 કિલો થઈ ગયું હતું અને જો તમે બોબનો ચહેરો જુઓ તો ચહેરો બદલાઈ ગયો છે. તેના ગાલ ગોળ અને ફૂલેલા છે. જ્યારે તમે ગાલ પર પ્રોસ્થેટિક કરો છો, ત્યારે તે સ્પષ્ટ દેખાય છે. તેમજ, પેટનો આકાર પણ અલગ પડે છે.અભિષેકે કહ્યું કે જ્યારે તમે આપોઆપ વજન વધારશો તો તમારું સમગ્ર પ્રદર્શન બદલાઈ જાય છે કારણ કે વજનના કારણે તમારી આખી બોડી લેંગ્વેજ, હલનચલન, દોડવું બધું જ બદલાઈ જાય છે.

અમિતાભ બચ્ચન નો નાતી અગસ્ત્ય નંદા 21 વર્ષ નો થયો, અભિષેક બચ્ચને તેને ખાસ રીતે જન્મદિવસની પાઠવી શુભેચ્છા, શેર કર્યો રસપ્રદ કિસ્સો ; જાણો વિગત

બોબ બિશ્વાસમાં અભિષેક સાથે ચિત્રાગંદા સિંહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 3 જી ડિસેમ્બરે Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સુજોય ઘોષ દ્વારા લખવામાં આવી છે અને તેની પુત્રી દિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

Gangster Ravi Pujari: ગેંગસ્ટર રવિ પૂજારીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: રેમો ડિસોઝાને ધમકાવી ₹50 લાખની ખંડણી માંગવાનો આરોપ; જાણો શું છે સમગ્ર વિવાદ.
Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Exit mobile version