Site icon

આ દેશમાં અન્નુ કપૂરનું ક્રેડિટ કાર્ડ અને ઘણી રોકડ રકમ ની થઇ ચોરી-ગુસ્સામાં વીડિયો શેર કરીને કહી આવી વાત

News Continuous Bureau | Mumbai 

ફ્રાન્સમાં અન્નુ કપૂર(France) સાથે એક એવી ઘટના બની જે દરેકને સાવધાન કરી દે તેવી છે. તે યુરોપના પ્રવાસે (Europe tour)છે. કેટલાક લોકોએ મદદના બહાને તેમનો સામાન અને રોકડ લૂંટી(robbed) લીધી હતી. અન્નુ કપૂરે એક વીડિયો શેર કરીને સમગ્ર ઘટના વિશે માહિતી આપી છે. અન્નુ કપૂરે જણાવ્યું કે સામાન ચઢાવવામાં મદદ કરવાના બહાને કેટલાક લોકો તેની પ્રાડા બેગ, રોકડ, આઈપેડ, ડાયરી વગેરે લઈને ભાગી ગયા. અન્નુ કપૂરે વીડિયો શેર કરીને(video share) સમગ્ર મામલો જણાવ્યો છે. તેમજ લોકોને ચેતવણી આપવામાં આવી છે. ચોરીની ઘટના 18 જૂને બની હતી. આ વીડિયો હાલ વાયરલ(viral) થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

અન્નુ કપૂર ફરવા ગયા અને તેમની સાથે એક દુર્ઘટના બની. ફ્રાન્સમાં (France)કેટલાક લોકોએ મદદ કરવાના બહાને તેમને લૂંટ્યા(robbed). વીડિયોમાં અન્નુ કપૂરે કહ્યું છે કે, પેરિસ પાસે સામાન ચઢાવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો મદદ (help)કરવા આવ્યા હતા અને મારી પ્રાડા બેગ ચોરી લીધી હતી અને તે લઈ ગયા હતા. તેમાં ઘણી બધી સ્વિસ ફ્રેંક રોકડ હતી, યુરો રોકડ, મારું આઈપેડ, મારી ડાયરી, મારું ક્રેડિટ કાર્ડ બધું જ ચોરાઈ ગયું હતું. તેથી જ્યારે તમે ફ્રાન્સ આવો ત્યારે ખૂબ કાળજી રાખો. ત્યાં નંબર 1 ના ખિસ્સા કાતરુ, મક્કાર અને ચોર છે.

આ સમાચાર પણ વાંચો : રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ધ રૂલ ની સ્ટોરી થઇ લીક-આ વ્યક્તિના હાથે થશે શ્રીવલ્લીનું મૃત્યુ

અન્નુ કપૂરે વધુમાં કહ્યું કે પેરિસ(paris) પહોંચ્યા પછી હું ફરિયાદ(complaint) લખાવી લઈશ. અહીંના રેલવેના લોકો મને મદદ કરશે. જો તમે લોકો ક્યારેય ફ્રાન્સ આવો છો, તો ખૂબ કાળજી રાખો. મારી સાથે એક મોટી દુર્ઘટના બની છે. ભગવાનનો આભાર કે મારી પાસે પાસપોર્ટ(passport) છે. ક્રેડિટ કાર્ડ અને તમામ રોકડ જતી રહી. 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version