ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
એકતા કપૂરની સીરીયલ ‘કસૌટી જિંદગી કી 2’માં તન્વી બજાજનું પાત્ર નિભાવનાર અભિનેત્રી સોન્યા અવાર નવાર તેના ફોટોસને લઈને ચર્ચામાં રહે છે.
સોન્યા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેનાં ફેન્સની સાથે જોડાયેલી રહે છે. સોન્યા નો બોલ્ડ અને સુંદર અંદાજ તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે અને ફરી એક વખત એવું કંઇક થતું નજર આવી રહ્યું છે.
અભિનેત્રી સોન્યા બ્લેક કલરના સ્વિમસૂટમાં અત્યંત ખુબસુરત લાગી રહી છે. અભિનેત્રી સોન્યા ના ફેંસ તેને કમેન્ટમાં વોટર બેબી કહી રહ્યા છે અને અભિનેત્રીની પ્રસંશા કરી રહ્યા છે.
અભિનેત્રીએ ટીવી સીરિયલ કસૌટી જિંદગી કી 2 માં તન્વી બજાજ અને નજર માં રુબીનો કિરદાર અદા કર્યો છે. લોકોને તે બંને પાત્રમાં ગમી છે. સિવાય અભિનેત્રી સોન્યા એ કલર્સ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી’ માં પણ પોતાના અભિનયનું પ્રદર્શન કર્યું છે.