Site icon

અભિનેત્રી યુવિકા ચૌધરીની જાતિ ટિપ્પણી કેસમાં થઈ ધરપકડ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ક્રિકેટર યુવરાજ સિંહ બાદ હવે બૉલિવુડ અભિનેત્રી યુવિકા ચૌધરીની અપમાનજનક ટિપ્પણીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે અભિનેત્રીને 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઔપચારિક જામીન પર મુક્ત કરી છે.

યુવિકા પર અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. તેણે મે મહિનામાં આ ટિપ્પણી કરી હતી, જે બાદ ભારે હંગામો થયો હતો. અનુસૂચિત જાતિના લોકોએ અભિનેત્રીની ટિપ્પણી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં તેની વિરુદ્ધમાં હંસી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ આપેલા નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફરિયાદીઓએ વીડિયો પોલીસને સુપરત કર્યો હતો જેના આધારે તેની સામે FIR નોંધવામાં આવી હતી.

બૉલિવુડના આ ચાર ફિલ્મી કલાકારો ક્યારેક હતા પુરુષ, આજે સ્ત્રી બનીને કરી રહ્યા છે આ કામ; જાણો વિગત

અગાઉના દિવસે પંજાબ-હરિયાણા હાઈ કોર્ટના આદેશ બાદ અભિનેત્રી યુવિકા ચૌધરી પોલીસ તપાસ માટે હંસી પહોંચી હતી. આ દરમિયાન તેનો પતિ પ્રિન્સ નરૂલા તેની સાથે દેખાયો હતો. અભિનેત્રી વિરુદ્ધ દલિત અધિકાર કાર્યકર રજત કલસને ફરિયાદ નોંધાવી હતી. તેણે યુવરાજ સિંહ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઅભિનેત્રી મુનમુન દત્તા સામે પણ ફરિયાદ નોંધાવી હતી.

Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Exit mobile version