ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરૂવાર
અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ચેહરે’ ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આ મહિને થિયેટરોમાં રિલીઝ થશે. ‘ચેહરે’ની રિલીઝ ડેટ 27 ઓગસ્ટ છે. નિર્માતાઓએ બિગ બીનો ટૂંકો વીડિયો શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. અમિતાભ બચ્ચન ઉપરાંત આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી, ઇમરાન હાશ્મી, ક્રિસ્ટલ ડિસોઝા અને અનુ કપૂર પણ છે. તમને જણાવી દઈએ કે ‘ચેહરે’નું ટ્રેલર ઘણા સમય પહેલા રિલીઝ થયું હતું, પરંતુ કોરોના વાયરસના ખતરાને જોતા ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે જે વીડિયો શેર કરવામાં આવ્યો છે, તેમાં બીગ બી કહી રહ્યા છે ‘જો તમારામાંથી કોઈએ કોઈ ગુનો કર્યો હોય, તો તમે અહીંથી ખૂબ જ કાળજીપૂર્વક પસાર થશો કારણ કે આ ગેમ તમારા માટે છે’. આ ફિલ્મનું દિગ્દર્શન રૂમી જાફરીએ કર્યું છે. ‘ચેહરે’ની વાત કરીએ તો તે એક રહસ્યમય થ્રિલર ડ્રામા છે. આમાં અમિતાભ એક વકીલની ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. ‘ચેહરે’ સિવાય અમિતાભની વાત કરીએ તો, તેમની પાસે ‘બ્રહ્માસ્ત્ર’, ‘ઝુંડ’, ‘મેડે’, ‘ગુડબાય’ જેવી ફિલ્મો છે. ક્રિસ્ટલ ડિસોઝા આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. સાથે જ અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ લાંબા સમય બાદ એક ફિલ્મમાં જોવા મળશે.
‘શેરશાહ’ જોઈને 'હર દિલ માંગેગા મૉર' શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાને યાદ કરતાં આંસુ રોકાશે નહીં
