Site icon News Continuous Bureau | Mumbai

‘બેલ બોટમ’ પછી હવે અમિતાભની ‘ચેહરે’ પણ થિયેટરોમાં મચાવશે ધૂમ; આ તારીખે થશે રિલીઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

 

અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આ મહિને થિયેટરોમાં રિલીઝ થશે. ચેહરેની રિલીઝ ડેટ 27 ઓગસ્ટ છે. નિર્માતાઓએ બિગ બીનો ટૂંકો વીડિયો શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. અમિતાભ બચ્ચન ઉપરાંત આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી, ઇમરાન હાશ્મી, ક્રિસ્ટલ ડિસોઝા અને અનુ કપૂર પણ છે. તમને જણાવી દઈએ કે ચેહરેનું ટ્રેલર ઘણા સમય પહેલા રિલીઝ થયું હતું, પરંતુ કોરોના વાયરસના ખતરાને જોતા ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે જે વીડિયો શેર કરવામાં આવ્યો છે, તેમાં બીગ બી કહી રહ્યા છે જો તમારામાંથી કોઈએ કોઈ ગુનો કર્યો હોય, તો તમે અહીંથી ખૂબ જ કાળજીપૂર્વક પસાર થશો કારણ કે આ ગેમ તમારા માટે છે’. આ ફિલ્મનું દિગ્દર્શન રૂમી જાફરીએ કર્યું છે. ચેહરેની વાત કરીએ તો તે એક રહસ્યમય થ્રિલર ડ્રામા છે. આમાં અમિતાભ એક વકીલની ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. ચેહરે સિવાય અમિતાભની વાત કરીએ તો, તેમની પાસે બ્રહ્માસ્ત્ર, ‘ઝુંડ, ‘મેડે, ‘ગુડબાય જેવી ફિલ્મો છે. ક્રિસ્ટલ ડિસોઝા આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે.  સાથે જ અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ લાંબા સમય બાદ એક ફિલ્મમાં જોવા મળશે.

‘શેરશાહ’ જોઈને 'હર દિલ માંગેગા મૉર' શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાને યાદ કરતાં આંસુ રોકાશે નહીં

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version