Site icon News Continuous Bureau | Mumbai

‘પુષ્પા’ ની સફળતા બાદ અલ્લુ અર્જુનની આ સુપરહિટ ફિલ્મ હિન્દીમાં થશે રિલીઝ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Channel

 મંગળવાર 

સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન અને નેશનલ ક્રશ અભિનેત્રી રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ નો જાદુ છવાયેલો છે. ફિલ્મના સાઉથ વર્ઝન બાદ આ ફિલ્મના હિન્દી વર્ઝને પણ ઘણી કમાણી કરી છે.આ ફિલ્મ હિન્દી બેલ્ટના દર્શકોને પસંદ આવી રહી છે. પુષ્પાની સફળતા બાદ ચાહકો પણ તેના બીજા ભાગ પુષ્પાઃ ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પુષ્પાની લોકપ્રિયતા અને સફળતાને જોઈને 'અલા વૈકુંઠપુરમુલુ'ના નિર્માતાઓએ આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવાનું નક્કી કર્યું છે, જે 26 જાન્યુઆરીએ ભારતમાં સ્ક્રીન પર આવશે.ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા નિર્દેશિત, અલ્લુ અર્જુનની અલા વૈકુંઠપુરમુલુ 2020 માં થિયેટરોમાં હિટ થઈ હતી અને બ્લોકબસ્ટર બની હતી. અલા વૈકુંઠપુરમુલુનું કુલ કલેક્શન લગભગ રૂ. 160 કરોડ છે.અલા વૈકુંઠપુરમુલુ, જે હાલમાં Netflix પર પ્રસારિત થઈ રહી છે, તે 2020 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી. અભિનેતાની પુષ્પા સ્મેશ હિટ રહી હોવાથી, નિર્માતાઓ અલા વૈકુંઠપુરમુલુ ને હિન્દીમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.અલા વૈકુંઠપુરમુલુ એ એક કોમર્શિયલ એન્ટરટેઈનમેન્ટ છે જેમાં અલ્લુ અર્જુન, પૂજા હેગડે અને સમુતિરકાની મુખ્ય ભૂમિકામાં છે. ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં તબ્બુ, જયરામ, સુશાંત, નિવેથા પેથુરાજ, નવદીપ અને રાહુલ રામકૃષ્ણ પણ મુખ્ય ભૂમિકામાં છે.

શું સેક્રેડ ગેમ્સ ની ત્રીજી સિઝન આવી રહી છે ? અનુરાગ કશ્યપે જણાવી હકીકત

તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ઈન્સ્ટાગ્રામ' પર 15 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે અને આ માટે અભિનેતાએ શુક્રવારે તેના તમામ ચાહકોનો આભાર માન્યો છે.એક તસવીર શેર કરતા અલ્લુ અર્જુને લખ્યું, “1.5 કરોડ પ્રશંસકો… આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. હું હંમેશા આભારી રહીશ. હેપ્પી સંક્રાંતિ.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version