Site icon News Continuous Bureau | Mumbai

ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

હરિયાણાની(Haryana) ભાજપ નેતા(BJP leader) અને સોશિયલ મીડિયા સ્ટાર(Social Media Star) સોનાલી ફોગાટના(Sonali Phogat) મૃત્યુ અંગે ગોવા પોલીસ (Goa Police) તરફથી ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સોનાલી ફોગાટને લિક્વિડને મિક્સ કરી ડ્રગ્સ (Drugs) પીવડાવવામાં આવ્યું હતું. સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem report) બાદ ગોવા પોલીસ દ્વારા આ ખુલાસા કરાયા છે.

Join Our WhatsApp Channel

દરમિયાન ડ્રગ્સના નશામાં લથડિયા ખાતા સોનાલી ફોગાટના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે. આ ફૂટેજ સવારે 4:27 વાગ્યાના છે. ગોવા પોલીસે હોટલના 200 થી 300 સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે જેમાં આ ભાગ મળ્યો છે. આ ફૂટેજમાં સોનાલી ટોપ અને હાફ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમને હોટલના કોરિડોરથી રૂમમાં લઈ જવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : સુપર ફ્લોપ છતાંય આમિર ખાનની ફિલ્મે અધધધ આટલા કરોડ કમાયા- તોડ્યા આ રેકોર્ડ્સ

ફૂટેજમાં જોવા મળે છે કે તે પોતાના પગ પણ બરાબર રાખી શકતી નથી અને લથડિયાં ખાઈને ચાલી રહી છે. એક વ્યક્તિ તેમને ખભાના ટેકાથી લઈ જઈ રહ્યો છે. આ ફૂટેજ પરથી પહેલી નજરે એવું લાગે છે કે તે ખૂબ જ નશામાં છે અને તેની સાથે જબરદસ્તી પણ કરવામાં આવી છે. જો કે ઉંડી તપાસ બાદ જ સત્ય હકીકત જાણવા મળશે.

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version