Site icon

ત્રણ વર્ષ બાદ ઐશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મથી કરશે ધમાકેદાર એન્ટ્રી; જાણો એ ફિલ્મ કઈ છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

ઘણા લાંબા સમયથી ઐશ્વર્યા રાય બચ્ચનના ચાહકો તેની સિનેમામાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં મણિ રત્નમની ફિલ્મ ‘PS-1’  એટલે કે ‘Ponniyin Selvan‘થી પરત ફરવા જઈ રહી છે.

આ ફિલ્મ મણિ રત્નમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંની એક છે. તે લાંબા સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે અને એનું બજેટ આશરે 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ રીતે આ ફિલ્મ સૌથી ખર્ચાળ તમિળ ફિલ્મ્સની સૂચિમાં સામેલ થઈ છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે અને એનો પહેલો ભાગ 2022માં આવશે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે વિક્રમ, કાર્તિ, જયમ્ રવિ, ત્રિશા કૃષ્ણન્ અને મોહન બાબુ જોવા મળશે. ‘PS-1’ માં ઐશ્વર્યાની કાસ્ટિંગના સમાચારો ઘણા લાંબા સમયથી સામે આવી રહ્યા હતા, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેણે તેના ઑફિશિયલ ઍકાઉન્ટથી એની પુષ્ટિ કરી છે. ‘PS-1’  આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. એટલે કે એશ ચાર વર્ષ પછી એક ફિલ્મમાં જોવા મળશે.

હવે આટલા દિવસ જેલ માં રહેશે રાજ કુંદ્રા. કોર્ટે લીધું આ પગલું. જાણો વિગત

આપને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે 2018 માં આવેલી ફિલ્મ ‘ફન્ને ખાં’માં જોવા મળી હતી, જેમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. આ પહેલાં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે 2016માં આવેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશકિલ’માં સ્ક્રીન સ્પેસ શૅર કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ જોહરે કર્યું હતું.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version