News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન(Aishwarya rai bachchan) પોતાની સુંદરતાથી કરોડો દિલો પર રાજ કરે છે. ઘણીવાર અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પરંતુ ઐશ્વર્યા રાય ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે, જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રી કોઈ પણ ફિલ્મ કે તેના કોઈ નવા પ્રોજેક્ટ માટે હેડલાઈન્સ નથી બનાવી રહી, પરંતુ તે તેના લુકને (look)કારણે ચર્ચામાં આવી છે. ઐશ્વર્યા જેવી દેખાતી આશિતા રાઠોડ(Aashita rathod) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો તેને ઐશ્વર્યાનું યન્ગ વર્ઝન(young verson) કહી રહ્યા છે.
આશિતા ઘણીવાર ઐશ્વર્યા રાયની ફિલ્મો અથવા ગીતો પર લિપ સિંક (lip sink)કરતી વખતે ટૂંકા વીડિયો શેર કરે છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. આશિતાના આ નાના વીડિયો પર હજારો લોકો કોમેન્ટ કરે છે.
વાળથી લઈને માંજરી આંખો સુધી, આશિતા એકદમ બોલિવૂડ દીવા ઐશ્વર્યા (look a like) જેવી લાગે છે. આશિતા તેના મનમોહક અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે.
આશિતાની તસવીરો જોઈને ફેન્સ ઘણીવાર કન્ફ્યુઝ (confused)થઈ જાય છે. તેની સ્ટાઈલ જોઈને લોકો ઘણીવાર તેને ઐશ્વર્યા સમજી બેસે છે.
જ્યાં વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયના લાખો ચાહકો છે. સાથે જ આશિતાની ફેન ફોલોઈંગ(fan folowing) પણ ઓછી નથી. આશિતાના ઈન્સ્ટાગ્રામ પર 2.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.
આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ
