Site icon

અજય દેવગણ- અમિતાભ બચ્ચન ની ફિલ્મનું ‘રનવે 34’ નું ટ્રેલર થયું રિલીઝ,35 હજાર ફૂટની ઉંચાઈમાં છુપાયેલું રહસ્ય ખોલશે અભિનેતા; જાણો વિગત, જુઓ ફિલ્મ નું જબરદસ્ત ટ્રેલર

News Continuous Bureau | Mumbai

અજય દેવગણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'રનવે 34' નું ટ્રેલર આખરે સામે આવ્યું છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ સાથે જોડાયેલી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અજય દેવગણે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે. અજય પણ આ ફિલ્મ દ્વારા ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે.ટ્રેલરમાં જે રીતે ફિલ્મના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે તે ખરેખર જોવાલાયક છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે પાયલોટ બનેલા કેપ્ટન વિક્રાંત ખન્નાની ભૂમિકા ભજવી રહેલ અજય દેવગણ સમગ્ર અકસ્માતને કેવી રીતે હેન્ડલ કરે છે. આ દુર્ઘટના જમીન પર નહિ  પરંતુ 35 હજાર ફૂટથી ઉપર થાય છે. તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ ઉડાવવામાં સમસ્યા થાય છે અને તેમાં બેઠેલા મુસાફરની જીંદગી ખતરા માં પડી જાય છે.

Join Our WhatsApp Community

 

3 મિનિટ 17 સેકન્ડની ફિલ્મ ના ટ્રેલરમાં જ્યારે અજય દેવગનનો એકદમ અલગ મૂડ જોવા મળી રહ્યો છે, ત્યારે અમિતાભ બચ્ચનની સ્ટાઈલ ચાહકોને પસંદ આવી છે. જ્યારે બિગ બીને રનવે પર સ્ટાઇલિશ સ્ટાઈલમાં ચાલતા બતાવવામાં આવ્યા હતા, ત્યારે ચાહકો તેમને જોઈને દિવાના થઈ ગયા હતા. સૂટ-બૂટમાં બિગ બી પણ અજય દેવગનને સ્ટાઈલના મામલે માત આપતા જોવા મળે છે.ફિલ્મમાં અમિતાભ વકીલની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ, અંગિરા ધર, બોમન ઈરાની અને આકાંક્ષા પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર ન્યૂઝીલેન્ડમાં વિવાદ, પૂર્વ ડેપ્યુટી PMએ ફિલ્મ ને લઇ ને કહી આવી વાત; જાણો વિગત

એવું કહેવાય છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મની વાર્તા 2015માં જેટ એરવેઝની દોહા-કોચી ફ્લાઈટ સાથે જોડાયેલી છે. ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે પાયલટને પ્લેન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, મુશ્કેલીઓ હોવા છતાં, પાયલોટ લગભગ 150 મુસાફરોના જીવને જોખમમાં મૂકીને પ્લેનને લેન્ડ કરે છે.આ પછી થ્રિલર અને સસ્પેન્સની રમત શરૂ થાય છે. આખરે પાયલોટ આ નિર્ણય કેમ લે છે, તેના નિર્ણયની શું અસર થાય છે, તેની સાથે શું થયું હશે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આ વર્ષે 29 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version