Site icon

ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્ય માં પણ ટેક્સ ફ્રી થઈ અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ

 News Continuous Bureau | Mumbai 

લાંબી રાહ જોયા બાદ અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj)આ શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. ભારતના મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર બનેલી ફિલ્મને ચાહકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણના જીવનને દર્શાવતી ફિલ્મ વધુને વધુ લોકો જોઈ શકશે. આ માટે આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી (Tax free)પણ બનાવવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

ગુજરાતમાં (Gujarat)રહેતા તમામ બોલિવૂડ ચાહકો માટે એક સારા સમાચાર છે. રિપોર્ટ અનુસાર 7 જૂને ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને ગુજરાતમાં ટેક્સ ફ્રી(Tax free) કરી દેવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra patel) ભારતના મહાન યોદ્ધા રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને કરમુક્ત બનાવવાની જાહેરાત કરી છે.ગુજરાત પહેલા ઉત્તર પ્રદેશના(UP CM Yogi Adityanath) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અક્ષય કુમારની સ્ટારર ફિલ્મને યુપીમાં ટેક્સ ફ્રી કરવાનો આદેશ આપ્યો હતો. યુપી બાદ હવે ઉત્તરાખંડ (Uttarakhand)અને મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ માં અક્ષય સમ્રાટ પૃથ્વીરાજ ની ભૂમિકા માં જવા મળે છે. જ્યારે માનુષી છિલ્લરે સંયોગિતાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર-માનુષી છિલ્લરની સાથે સંજય દત્ત અને સોનુ સૂદે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

આ સમાચાર પણ વાંચો : કોફી વિથ કરણની સિઝન 7માં આવશે બોલિવૂડના ત્રણેય ખાન-ઘણા રહસ્યો થશે ઉજાગર

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે(Yogi Adityanath) તેમના સહયોગી પ્રધાનો સાથે ફિલ્મના દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ જોઈ હતી. આ પછી સીએમ યોગીએ(CM Yogi) રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home minister Amit Shah)માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ દરમિયાન ગૃહમંત્રીની સાથે સમગ્ર પરિવારે ફિલ્મની મજા માણી હતી.

 

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version