Site icon

આલિયા ભટ્ટ-અજય દેવગણે ‘RRR’માં કેમિયો માટે SS રાજામૌલી પાસેથી વસૂલ્યા કરોડો રૂપિયા! ફીસ જાણીને ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર

ફિલ્મ RRRને લઈને ચાહકોમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.બોલિવૂડ એક્ટર અજય દેવગણ ટૂંક સમયમાં ડિરેક્ટર રાજામૌલીની આગામી ફિલ્મ RRR માં કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મ આ મહિને રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. નિર્માતાઓએ ચાહકોને જાણ કરી છે કે જેમ જેમ કોરોનાથી બગડેલી સ્થિતિ સારી થશે, તેઓ દર્શકો સમક્ષ ફિલ્મ રજૂ કરશે. આ ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ આ ફિલ્મનો મહત્વનો ભાગ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેમને મળનારી ફી પણ ખૂબ જ તગડી હશે તે અનિવાર્ય છે.

આમ, ફિલ્મની રિલીઝની સાથે સાથે તેની સ્ટારકાસ્ટની ફીને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને આલિયા ભટ્ટ અને અજય દેવગણને મળેલી રકમ. ફિલ્મમાં આલિયા ભટ્ટ સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે. તેમની ભૂમિકા 20 મિનિટથી ઓછી હશે પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ હશે.તેને આ ફિલ્મની લીડિંગ લેડી કહેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, તેના માત્ર થોડી મિનિટોના પાત્ર વિશેના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને આ ફિલ્મ માટે 9 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. સાથે જ અજય દેવગનનું પાત્ર પણ ખૂબ જ જોરદાર હશે. તેને ફિલ્મનો આત્મા કહેવામાં આવી રહ્યો છે. તેના 7 દિવસના શૂટિંગ પ્રમાણે તેણે આ ફિલ્મ માટે 35 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

જો તમે વિચારી રહ્યા હોવ કે ફિલ્મના મેકર્સે અજય અને આલિયા ને  આટલી મોટી ફી કેમ ચૂકવી છે, તો તમને જણાવી દઈએ કે આ બંને નોર્થના ખૂબ મોટા નામ છે. ફિલ્મના પ્રમોશનમાં મેકર્સ આલિયા ભટ્ટ અને અજય દેવગનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશનમાં આ બંનેના નામનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે મેકર્સે તેમને મોટી ફી ચૂકવી છે. અજય દેવગણે આખી ફિલ્મ માટે કેમિયો માટે જેટલી રકમ લીધી છે તેટલી રકમ પણ ઘણા કલાકારો નથી લેતા.

બોલિવૂડ નો આ યુવા અભિનેતા છે એસએસ રાજામૌલીનો ફેવરિટ એક્ટર, શું તે 'બાહુબલી' ડિરેક્ટર ની આગામી ફિલ્મમાં બનશે હીરો? જાણો વિગત

આલિયા અને અજય બંને આ ફિલ્મથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ બંને સિવાય જુનિયર એનટીઆર અને રામ ચરણ પણ ફિલ્મમાં છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં વ્યાપકપણે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ 'RRR' પહેલા 7 જાન્યુઆરી, 2022ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version