Site icon

ફિલ્મ ‘શેરશાહ’ માટે કિયારા અડવાણી નહિ પરંતુ આ અભિનેત્રી હતી નિર્માતા ની પેહલી પસંદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર

એવું ઘણી વખત જોવા મળ્યું છે કે કોઈ મોટા કલાકાર કોઈને કોઈ કારણસર ફિલ્મ છોડી દે છે, જે તેના જુનિયરનું નસીબ બનાવે છે. વર્ષ 2021માં પણ કંઈક આવું જ બન્યું હતું, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાની 'શેરશાહ' OTTની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ હતી, જેમાં કિયારા અડવાણીના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 'શેર શાહ' સુપરહિટ બનતાની સાથે જ કિયારા અડવાણીને એ-લિસ્ટ હીરોઈન્સમાં એન્ટ્રી મળી ગઈ અને કહેવાય છે કે તે આ પેઢીની સૌથી સફળ હિરોઈનોમાંની એક બની ગઈ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે કિયારા અડવાણીનું ભાગ્ય બદલી નાખનારી ફિલ્મ અગાઉ આલિયા ભટ્ટને ઓફર કરવામાં આવી હતી. હા, અમે મજાક નથી કરી રહ્યા.એક મીડિયા હાઉસ ના તાજેતરના અહેવાલ અનુસાર, ફિલ્મ 'શેરશાહ' માટે આલિયા ભટ્ટ પ્રથમ પસંદગી હતી પરંતુ વ્યસ્ત શિડ્યુલને કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.આ પછી કરણ જોહરે કિયારા અડવાણીને 'શેરશાહ' માટે સાઈન કરી અને તે નંબર 1 હિરોઈનની યાદીમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી. 'શેરશાહ' એ OTT પર જોરદાર વ્યુઅરશિપ મેળવી હતી અને વેપાર નિષ્ણાતોએ તેને સિદ્ધાર્થની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ ગણાવી હતી.

બોલિવૂડ ના આ દિગ્ગ્જ કલાકારો કરશે આ વર્ષે OTT પર ડેબ્યૂ; જાણો તે સ્ટાર્સ અને વેબસીરીઝ વિશે

ફિલ્મ 'શેર શાહ'માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. કેપ્ટન વિક્રમ બત્રાએ કારગીલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણા દેશના ધ્વજનું ગૌરવ વધાર્યું હતું. આ ફિલ્મમાં કિયારા અડવાણીએ વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી, જેણે વિક્રમ બત્રાના મૃત્યુ પછી ક્યારેય લગ્ન કર્યા નથી.કિયારા અડવાણીએ આ રોલમાં પોતાનું જીવન ભરી દીધું હતું. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ દરમિયાન તેમની વચ્ચે ડેટિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલુ છે.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: એકતા કપૂરના લોકપ્રિય શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં થશે તેની અન્ય સીરીયલ ના મુખ્ય પાત્ર ની એન્ટ્રી, કેમિયો રોલથી આવશે નવો ટ્વિસ્ટ
Filmfare Awards 2025: ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં ‘લાપતા લેડીઝ’નો દબદબો, આટલા એવોર્ડ જીતી રચ્યો ઇતિહાસ, વાંચો વિજેતા ની પુરી લિસ્ટ અહીં
Shahrukh Kajol Filmfare: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં શાહરુખ-કાજોલ એ સ્ટેજ પર લગાવી આગ, બંને ની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ
Abhishek Bachchan Filmfare: 25 વર્ષ બાદ અભિષેક બચ્ચનને મળ્યો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ, આ લોકો ને શ્રેય આપતા પુરસ્કાર કર્યો સમર્પિત
Exit mobile version