Site icon

આલિયા ભટ્ટને રાજામૌલીની ‘RRR’ માં 15 મિનિટ ના રોલ માટે મળી અધધ આટલા કરોડ ફીસ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ 'RRR' જબરદસ્ત હેડલાઇન્સ બનાવી રહી છે. મલ્ટીસ્ટારર ફિલ્મ જોવા માટે દેશભરના દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે  (7 જાન્યુઆરી 2022) ભારતના કેટલાક શહેરોમાં મોટા પ્રમોશનલ ઇવેન્ટ માટે તૈયારી કરી રહી છે.'RRR'માં સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર NTR લીડ રોલમાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ મહત્વના રોલમાં છે, તે સીતાના રોલમાં જોવા મળી રહી છે. દરમિયાન તેના વિશે સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રીને ખૂબ જ નાનો રોલ મળ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, રાજામૌલીની ફિલ્મમાં આલિયા માત્ર 15 મિનિટ માટે સ્ક્રીન પર જોવા મળશે. 'RRR' આલિયા ની પહેલી તેલુગુ ફિલ્મ છે, જેના દ્વારા તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું છે. હિન્દી દર્શકો વિચારી રહ્યા હતા કે તેઓ આલિયાને મુખ્ય ભૂમિકામાં જોશે પરંતુ હવે ચર્ચા છે કે આ ફિલ્મમાં તેનો વધુ રોલ નથી.મળતી માહિતી મુજબ, આલિયાએ 10 દિવસ સુધી ફિલ્મના શૂટિંગમાં ભાગ લીધો હતો. અહેવાલો જણાવે છે કે તે માત્ર 15 મિનિટના રનટાઇમ માટે દેખાય છે. તેણે રામચરણની પત્ની અલ્લુરી સીતાની ભૂમિકા ભજવી છે, જે રામરાજુની ભૂમિકામાં જોવા મળે છે.આલિયા રાજામૌલીની મોટી ફેન છે અને તે હંમેશા તેની ફિલ્મમાં કામ કરવા માંગતી હતી. તેથી જ્યારે તેને ‘RRR’ ની ઓફર આવી   ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. ફિલ્મમાં ભલે તેનું પાત્ર નાનું છે, પરંતુ આ માટે તેણે સારી ફીની માંગણી કરી છે.

કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફર શિવ શંકર નો તમામ મેડીકલ ખર્ચ સોનું સુદ ઉઠાવશે

મીડિયા અહેવાલ  અનુસાર, આલિયાએ રામ ચરણ સાથે કામ કરવા માટે 6 કરોડ રૂપિયાની માંગણી કરી છે. તે જાણીતું છે કે ટોલીવુડમાં, એક પણ અભિનેત્રીને મુખ્ય મહિલાની ભૂમિકા ભજવવા માટે આટલું મહેનતાણું  નથી મળતું. આલિયા બોલિવૂડની સુપરહિટ અભિનેત્રી હોવાથી, RRRની ટીમે તેને મોં માંગી  ફી ચૂકવવાનો ઇનકાર કર્યો નથી. બોલિવૂડનો 'સિંઘમ' ફેમ અજય દેવગન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળી રહ્યો છે.

Aishwarya and Abhishek: ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા! દીકરી વગરના આ ‘ક્વોલિટી ટાઈમ’ ની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
Dhurandhar Box Office: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો: 47મા દિવસે પણ નવી ફિલ્મોને આપી રહી છે ટક્કર, રણવીર સિંહની ફિલ્મનું કલેક્શન અધધ આટલા કરોડને પાર.
Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Exit mobile version