Site icon

અમેઝોન અને નેટફ્લિક્સ એ OTT માર્કેટ પર પ્રભુત્વ મેળવવા પકડ્યો બોલિવૂડ ની આ અભિનેત્રી નો હાથ, કરોડો માં ડીલ થઈ ફાઇનલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં OTT માર્કેટમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. એક પછી એક ઘણા પ્લેટફોર્મ ઉપલબ્ધ થયા છે, જ્યાં પ્રેક્ષકોને હજારો, લાખો સામગ્રી જોવા મળે છે. નવીનતમ અહેવાલો અનુસાર, OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ  અને અમેઝોન પ્રાઈમ એ અનુષ્કા શર્મા સાથે હાથ મિલાવ્યા છે અને એક મોટી ડીલ નક્કી કરી છે.અનુષ્કા શર્માની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સ, જે અનુષ્કાએ તેના ભાઈ કર્ણેશ શર્મા સાથે શરૂ કરી હતી, તે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો માટે રૂ. 400 કરોડ ($54 મિલિયન) ની ફિલ્મો અને શ્રેણીનું નિર્માણ કરવા જઈ રહી છે.

નેટફ્લિક્સના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આગામી મહિનાઓમાં ક્લીન સ્લેટ ફિલ્મઝ દ્વારા ઉત્પાદિત ત્રણ ટાઇટલ રિલીઝ કરશે. પ્રાઇમ વિડિયોએ હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી.કંપનીના સ્થાપક અને અનુષ્કાના ભાઈ કર્ણેશ શર્માએ જણાવ્યું હતું કે, “અમે આગામી 18 મહિનામાં એમેઝોન અને નેટફ્લિક્સના OTT પ્લેટફોર્મ પર 8 વેબ સિરીઝ અને મૂવી રિલીઝ કરીશું. આ સિવાય અમે બીજા ઘણા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છીએ. "

અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટે 2013માં કામગીરી શરૂ કરી હતી. આ બેનર હેઠળ બનેલી પ્રથમ ફિલ્મ NH10 હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. નેટફ્લિક્સની ‘બુલબુલ’ અને પ્રાઇમ વિડિયો સિરીઝ પાતાલ લોક જેવી હિટ ફિલ્મો સાથે બેનરે પોતાની આગવી ઓળખ બનાવી છે.હાલમાં અનુષ્કા શર્મા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મ પણ કરી રહી છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.આ સિવાય પ્રોડક્શન કંપની ઈરફાન ખાનના પુત્ર બાબિલના ડેબ્યુ પ્રોજેક્ટ 'કલા' પર પણ કામ કરી રહી છે.

RRR ને કારણે ‘રાધે શ્યામ’ ની રિલીઝ ડેટ અટકી ગઈ!! એસએસ રાજામૌલીના આગામી પગલાની રાહ જોઈ રહ્યો છે પ્રભાસ; જાણો વિગત

નેટફ્લિક્સ એ ગયા મહિને તેની સબ્સ્ક્રિપ્શન ફીમાં 60 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. આ પછી પણ માર્કેટમાં તેની પકડ નબળી પડી રહી છે.કંપનીના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સના જણાવ્યા અનુસાર, ભારતીય બજાર હજુ પણ નેટફ્લિક્સ માટે એક પડકાર છે.તેથી હવે OTT પ્લેટફોર્મ ક્લીન સ્લેટ ફિલ્મ્સ જેવા ઉભરતા સ્ટુડિયો પર મોટો દાવ લગાવી રહ્યું છે. નેટફ્લિક્સ ના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સ કહે છે, “નેટફ્લિક્સ દરેક માર્કેટમાં મોટી સફળતા મેળવી છે. અમને સૌથી વધુ નિરાશાજનક બાબત એ લાગે છે કે શા માટે અમે ભારતમાં સફળ થઈ શક્યા નથી. જો કે, અમે ત્યાં પણ શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version