Site icon News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચને આમિર ખાનની ફીરકી લીધી

News Continuous Bureau | Mumbai

કૌન બનેગા કરોડપતિ ૧૪'નો(Kaun Banega Crorepati 14') પહેલો એપિસોડ ખુબ જ શાનદાર રહ્યો. આ શોનો પહેલો સ્પેશિયલ એપિસોડ(Special Episode) ‘આઝાદી કા ગૌરવ પર્વ’(Azadi ka gaurav parv) નામથી ૭૫મા સ્વતંત્રતા દિવસને(Independence Day) ડેડિકેટ હતો. પહેલા એપિસોડમાં પહોંચેલા આમિર ખાન(Aamir Khan), સુનીલ છેત્રી(Sunil Chhetri), એમસી મેરી કોમની(MC Mary Com) સાથે મેજર ડી.પી.સિંહ(Major DP Singh) અને મહિલા ઓફિસર(Female Officer ) કર્નલ મિતાલી મધુમિતાએ(Colonel Mithali Madhumita) ચાર ચાંદ લગાવી દીધા. હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચનને(Amitabh Bachchan) આ બધા દિગ્ગજોને ઘણા સવાલ કર્યા હતા. તે સિવાય આ બધાએ પોતાના વિશે કેટલીક ખાસ બાબતો જણાવી હતી જેને જાણીને દર્શકો ખુશ થઈ જશે. 

Join Our WhatsApp Channel

શોમાં આમિર ખાને ખુલાસો કર્યો કે તે અમિતાભ બચ્ચનના કારણે ટિ્‌વટર(Twitter) પર આવ્યો છે. તેમજ સુનીલ છેત્રીએ અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘મિસ્ટર નટવરલાલ’નો(Mr Natwarlal) ડાયલોગ બોલાવીને દર્શકોનું દિલ જીતી લીધું. 

શોના સામે આવેલા પ્રોમોમાં આમિર ખાનને એવું કહેતા જાેઈ શકાય છે કે, હું ટિ્‌વટર પર છું, અમિતજી મારાથી કંઈ ટ્‌વીટ થતી નથી, ખબર નથી. મારા જેટલા પણ મિત્રો છે જ્યારે તેમની ફિલ્મો આવતી હતી તો હું ટિ્‌વટર પર બધાની ફિલ્મો પ્રમોટ કરતો હતો, બીજું કંઈ કરતો નહોતો. આ વિશે અમિતાભ, આમિરની મજાક ઉડાવતા પૂછે છે કે, તમે ઘણી બધી ફિલ્મોનો પ્રચાર કરો છો પરંતુ કેબીસી(KBC) પર એક શબ્દ પણ નહીં. અમિતાભના આ સવાલનો જવાબ આપતા આમિર ખાન કહે છે કે કેબીસીને પ્રમોશનન(Promotion) જરૂર નથી. 

  આ સમાચાર પણ વાંચો :  બધા દિવસ એક સમાન નથી હોતા- અમિતાભને ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો અને ત્યારબાદ રી એન્ટ્રી થઈ અને ફિલ્મ ગઈ સુપરહિટ

શોમાં આમિર ખાનની મજાક ઉડાવ્યા પછી ફૂટબોલર સુનીલ છેત્રી સાથે અમિતાભ બચ્ચન મસ્તી કરતા જોવા મળે છે. શોમાં અમિતાભ સુનીલને ડાયરેક્ટ ફૂટબોલની ટ્રિક(Football trick) બતાવવાનું કહે છે. સુનીલ શોમાં સ્ટેજ પર ફૂટબોલની સાથે પોતાનું ટેલેન્ટ બતાવે છે. તેના પછી સુનીલ છેત્રી અમિતાભ બચ્ચનને કહે છે કે,તે એક એક ડાયલોગ બોલશે, શું તેને પૂરો કરી શકશો. સુનીલ છેત્રી ૧૯૭૯માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર નટરવરલાલ’ના ડાયલોગ બોલે છે, ‘મર ગયા? લેકિન આપ તો જિંદા હો? અમિતાભ બચ્ચન કહે છે, ‘યે જીના ભી કોઈ જીના હે લલ્લુ?’

Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Tigmanshu Dhulia Slams Dhurandhar દેશભક્તિના નામે જૂની ફોર્મ્યુલા? ફિલ્મ ‘ધુરંધર’ના કન્ટેન્ટ સામે તિગ્માંશુ ધુલિયાની તીખી પ્રતિક્રિયા, સ્ટોરીલાઇનની વિશ્વસનીયતા પર ચર્ચા
Salman Khan Bigg Boss Fees Deduction સલમાન ખાનની ‘બિગ બોસ’ની ફીમાં મોટો કાપ ₹૩૫૦ કરોડથી ઘટીને ₹૧૨૦ કરોડ થઈ સેલરી, જાણો શું છે કારણ
Exit mobile version