Site icon

અમિતાભ બચ્ચન ના ચાહકો માટે સારા સમાચાર- આગામી ત્રણ મહિના દરમિયાન દર મહિને રિલીઝ થશે બિગ બી ની ફિલ્મ

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારની જેમ અમિતાભ બચ્ચનની ફિલ્મો પણ સતત રિલીઝ થતી રહે છે. આ વર્ષે એપ્રિલમાં અજય દેવગણ અને રકુલ સાથેની ફિલ્મ ‘રનવે ૩૪’ રિલીઝ થઈ હતી. હવે, સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન દર મહિને અમિતાભ બચ્ચનની(Amitabh Bachchan) એક ફિલ્મ રિલીઝ થવાની છે.

Join Our WhatsApp Community

અનુપમ ખેર અને ડેની ડેન્ગઝોપ્પા સાથેની ફિલ્મ ‘ઊંચાઈ’ને(Unchai) રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યાએ બનાવી છે, જેને ૧૧ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. રાજશ્રી પ્રોડક્શનની સાથે મહાવીર જૈન અને નતાશા માલપાની ઓસવાલે ‘ઊંચાઈ’નું પ્રોડક્શન કર્યું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટાર્સ સોશિયલમ મીડિયા પર ફોટોગ્રાફ-વીડિયો શેર કરતા હતા.

આ સમાચાર પણ વાંચો : ન્યૂડ ફોટો બાદ ચર્ચામાં અભિનેતા -મેં રણવીર ને ઘણીવાર કપડા વગર જાેયો છે બોલિવૂડ ની આ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

હાલમાંજ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગુડબાય’ની (goodbye)રિલીઝ ડેટ ૭ ઓક્ટોબર જાહેર થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે નીના ગુપ્તા, પાવેલ ગુલાટી, સુનિલ ગ્રોવર, એલી અવરામ અને સાહિલ મેહતા છે. આ ફિલ્મથી રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ(Rashmika Mandanna debut) કરી રહી છે. આ ઉપરાંત ૯મી સપ્ટેમ્બરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra)રિલીઝ થઈ રહી છે. આમ, સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી દર મહિને બિગ બીની એક ફિલ્મ જાેવા મળશે અને દરેક ફિલ્મમાં તેમના રોલ અલગ-અલગ પ્રકારના છે. 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version