Site icon News Continuous Bureau | Mumbai

અનન્યાએ છીનવી લીધો જાહ્નવીનો પ્રેમ! કઈ રીતે જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 

જાહ્નવી કપૂરે ઘણી વખત કહ્યું છે કે તે સાઉથના સ્ટાર વિજય દેવેરાકોંડાની મોટી ફેન છે. તેણે તેને તેનો ક્રશ કહ્યો છે. ફિલ્મ 'ફાઇટર'માં જાહ્નવીનું નામ લગભગ નક્કી થઈ ગયું હતું, પરંતુ લોભને કારણે તેણે આ ફિલ્મ ગુમાવી દીધી અને આ દરમિયાન તેની હરીફ અનન્યાએ આ ફિલ્મ તેના નામે કરી લીધી.

લાંબા સમયથી એવા અહેવાલો હતા કે જાહ્નવી કપૂર જાણીતા દિગ્દર્શક જગન્નાદ પુરીની આગામી ફિલ્મ 'ફાઇટર'માં વિજય દેવેરાકોંડા સાથે જોડાઈ છે. તેણે આ ફિલ્મ માટે પહેલેથી જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ અંતે અનન્યા પાંડે જીતી ગઈ. જો જાહ્નવીએ આ ફિલ્મ કરી હોત તો તે તેની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ બની હોત, પરંતુ હવે અનન્યાને આ તક મળી છે.

તમને જણાવી દઈએ કે જાહ્નવીને બૉલિવુડના દર્શન કરાવી ચૂકેલા કરણ જોહરે આ ફિલ્મની લીડ હીરોઇન માટે જાહ્નવીના નામની ભલામણ પણ કરી હતી, પરંતુ તે સફળ થઈ નહીં. આ ફિલ્મનું શૂટિંગ પણ મુંબઈમાં શરૂ થઈ ગયું છે. તે હિન્દી અને તમામ દક્ષિણ ભારતીય ભાષા (તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ)માં રિલીઝ થશે.

‘અનુપમા’ માટે રૂપાલી ગાંગુલી મેકર્સની નહોતી પહેલી પસંદ, રૂપાલી પહેલાં આ 6 અભિનેત્રીઓનો શો માટે નિર્માતાઓ એ સાધ્યો હતો સંપર્ક; જાણો વિગત

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અનન્યાને આ ફિલ્મની ઑફર મળી ત્યારે તેણે પણ તરત જ તેને હા પાડી દીધી. તે પોતાની જાતને બૉલિવુડ સુધી મર્યાદિત રાખવા માગતી નથી. તેને લાગ્યું કે આ તેના માટે દક્ષિણની દુનિયામાં પગ ફેલાવવાની ખૂબ જ સારી તક છે. એથી અનન્યાએ સ્થળ પર ચોગ્ગો ફટકાર્યો હતો. એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જાહ્નવીએ આ ફિલ્મ માટે મોટી રકમ માગી હતી, ત્યાર બાદ મેકર્સે તેને લેવા માટે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ફિલ્મ અનન્યા પાસે ગઈ.

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version