Site icon

13 વર્ષની રિલેશનશિપ આખરે લગ્નમાં પરિણમી : અનિલ કપૂરની દીકરી રિયા કપૂર આજે કરણ બુલાની સાથે લેશે સાત ફેરા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

અનિલ કપૂરની પુત્રી અને સોનમ કપૂરની બહેન રિયા કપૂર આજે (14 ઑગસ્ટ) તેના બૉયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. રિયા લાંબા સમયથી કરણ સાથે રિલેશનશિપમાં છે. તે ઘણી વાર સોશિયલ મીડિયા પર બૉયફ્રેન્ડ સાથેની તસવીરો પોસ્ટ કરતી રહી છે. જુહુમાં અનિલ કપૂરનું ઘર પુત્રીનાં લગ્ન માટે સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, લગ્નસમારોહ બે-ત્રણ દિવસ ચાલશે. જોકે કપૂર પરિવાર તરફથી હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. અનિલ કપૂરના બંગલાની બહારની તસવીરો સામે આવી છે,રંગબબેરંગી લાઇટથી અનિલ કપૂરે બંગલો શણગાર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિ અહીં થશે.

રાખી સાવંતે લગાવ્યો એક વ્યક્તિ પર બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસવાનો આરોપ, પોલીસમાં નોંધાવી ફરિયાદ

રિયા અને કરણ છેલ્લાં 13 વર્ષથી રિલેશનશિપમાં છે. સોનમ કપૂરનાં લગ્ન સમયે રિયાએ તેમના સંબંધની પુષ્ટિ કરી હતી. સોનમે મે 2018 માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. તમને જણાવી દઈએ કે રિયા કપૂરે 'આયશા' અને 'વીરે દી વેડિંગ' જેવી ફિલ્મો બનાવી છે. કરણ બુલાની એક દિગ્દર્શક છે અને તેણે 'આયશા' અને 'વેકઅપ સિડ' જેવી ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું છે. આ સાથે કરણે ઘણી ફિલ્મો અને શોમાં ડિરેક્શન, પ્રોડક્શન અને ડબિંગનું કામ પણ કર્યું છે. એવું કહેવાય છે કે રિયા અને કરણનું અફેર 2010 માં આવેલી ફિલ્મ 'આયશા'માં સાથે કામ કરતી વખતે શરૂ થયું હતું.

Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Exit mobile version