પટિયાલા બેબ્સ ફેમ અભિનેતા અનિરુદ્ધ દવે નું સ્વાસ્થ્ય લથડતા તેમને આઈસીયુમાં શિફ્ટ કરાયા છે.
આ માહિતી તેમની મિત્ર આસ્થા ચૌધરીએ સોશિયલ મીડિયા પર આપી છે. સાથે તેમણે લોકોને અભિનેતા માટે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધ દવેનો કોરોના રિપોર્ટ ગત 23 એપ્રિલે પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.