Site icon

આવી રીતે ધોળકિયાને પાઠ ભણાવશે કિંજલ, અનુપમા મારશે ધોળકિયાને જોરદાર થપ્પડ; જાણો ‘અનુપમા’ના આવનાર એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 19 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સિરિયલ ‘અનુપમા’માં એક નવો વળાંક આવવાનો છે. ફરી એક વાર દર્શકોને શોમાં ફુલ ઑન ડ્રામા જોવા મળશે. કિંજલના ખુલાસાને કારણે શાહ પરિવાર તેના બૉસ પર ગુસ્સો કરે છે. વનરાજ ધોળકિયાને પીટવાનો પ્લાન બનાવે છે, પરંતુ અનુપમા તેને એમ કહીને રોકે છે કે આટલી નાની સજા તેના માટે યોગ્ય નથી.

શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન બૉલિવુડમાં પ્રવેશ કરવા જઈ રહી છે, કરણ જોહર નહીં; પરંતુ આ વ્યક્તિ કરશે લૉન્ચ

આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે કિંજલ નક્કી કરે છે કે તે ધોળકિયાને પાઠ ભણાવશે. કિંજલ તેની માતા રાખી દવેને બધું કહે છે. રાખીને તેના પર ગુસ્સો આવે છે કે તેને આ કામ કરવાની શું જરૂર છે. સમરની સમજાવટ પર રાખી કહે છે કે તે તેના બૉસને પાઠ ભણાવશે. કિંજલ પ્લાન કરે છે કે તે ધોળકિયાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે, જેથી આપણે પણ બદનામ ન થઈએ અને તેનું પણ સત્ય પકડાઈ જાય. જે બાદ પરિવારના તમામ સભ્યો તેની ઑફિસમાં ધોળકિયાનું બૅન્ડ વગાડવા જાય છે. કિંજલ તેના ગેરવર્તનનો એક વીડિયો બનાવે છે. એ સમયે અનુપમા ધોળકિયાને થપ્પડ પણ મારે છે અને તે નીચે પડી જાય છે. ધોળકિયા અનુપમાને મારવા માટે હાથ ઉગામે છે કે તરત જ વનરાજ તેનો હાથ રોકી લે છે અને તેને ચેતવણી આપે છે કે આવું કરવાનું બિલકુલ ન વિચારે અને ધોળકિયાને એક વાર ફરી તે ધક્કો મારે છે. 

Mahakali: દેવીનો રુદ્રાવતાર! રામાયણની અભિનેત્રી બની ‘મહાકાલી’, નવું પાવરફુલ પોસ્ટર થયું રિલીઝ, ફેન્સ થયા સ્તબ્ધ.
Baahubali: The Eternal War: શું એસ એસ રાજામૌલી એ કરી બાહુબલી 3 ની જાહેરાત? જાણો ફિલ્મ ના નામ અને બજેટ વિશે
Tiku Talsania and Mansi Parekh: બાઈક પર સ્ટન્ટ કરવું ટીકુ તલસાનિયા અને માનસી પારેખ ને પડ્યું ભારે, બંને વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો
The Taj Story Review: જો તમે પણ ધ તાજ સ્ટોરી જોવાનું વિચારી રહ્યા હોવ તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો પરેશ રાવલ ની ફિલ્મ નો રિવ્યુ
Exit mobile version